વડોદરા રાજ્યમાં લમ્પી વાઈરસનો કેર જોવા મળી રહ્યો છે (Lumpy virus in Gujarat). વડોદરા જિલ્લામાં લમ્પી વાયરસના વધુ કેસ જોવા મળ્યા નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લિધો છે. જિલ્લામાં 600 જેટલા પશુઓને વેક્સિન આપવામાં આવી છે (LUMPY SKIN DISEASE VACCINE). પશુપાલન વિભાગમાં 10,000 જેટલા ડોઝ ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં પશુપાલકોને પુરતા પ્રમાણમાં ડોઝ મળી રહે તે પ્રાકરની સુવિધાઓ કરવામાં આવી છે (LUMPY SKIN DISEASE TREATMENT).
આ પણ વાંચોલમ્પી વાયરસના પગલે 14 જિલ્લાઓ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર
વડોદરામાં એક પણ કેસ નથી જિલ્લા નિયામકે જણાવ્યું કે, હાલમાં જે પશુઓમાં સામાન્ય લક્ષણો જણાઇ રહ્યા છે. તેવા પશુઓને અન્ય પશુઓથી અલગ રાખીને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે. જિલ્લામાં લમ્પી વાયરસથી સંકળાયેલ હાલ એક પણ પશુ જોવા મળ્યું નથી. જિલ્લામાં વેકસીનેશનનું કાર્ય થઇ રહ્યું છે. આવનારા સમયને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ કરી લેવામાં આવી છે.
આ રીતે દૂર કરી શકાસેપશુપાલન નાયબ નિયામકે જણાવ્યું કે, હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધું લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. તેને રોકવા માટેની તમામ પ્રાકરની સુવિધાઓ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં આ વાયરસ ખુબજ ફેલાઇ શકે છે. જેથી પશુઓના રહેઠાણ વિસ્તારમાં સ્વચ્છતા રાખવી જોરુરી છે. પશુપાલકોએ લીમડાના પાનનો ઉપયોગ કરી ધુમાડો કરવો જોઈએ. જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે શકી. પશુ પાસે આવતા અટકાવશે અને પશુને લમ્પી જેવા વાયરસથી બચાવી શકશે.