વડોદરાઃ સેલ્વીને મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યાં છે. તેણે મારી દીકરીને એવી પ્રેમજાળમાં ફસાવી હતી કે, તે તેનું કહ્યું જ માનતી હતી. સેલ્વીન મારી દીકરીને સપ્ટેમ્બર 2019માં ભગાડી ગયો અને તેની સાથે આણંદ લઇ જઇ લગ્ન (Love Jihad Vadodara) કરી લીધા. સેલ્વીન જ્યારે અમારી દીકરીને ભગાડી (Vadodara Love Affairs) ગયો ત્યારે અમે ઘરમાં એક શુભ પ્રસંગ લઇને બેઠા (Vadodara police) હતા. હવે તે શેતાન માંસાહાર કરવા દબાણ અને મારપીટ કરી રહ્યો છે. આ શબ્દો છે લવજેહાદનો શિકાર બનેલી એક દીકરીના પિતાના. આ કેસમાં સેલ્વીન નામના શેતાને 1 મિનિટમાં બ્લેડથી 40 કાપા (Strock via blade on body) શરીર પર મારવા માટે યુવતીને દબાણ કર્યું હતું. સામે યુવતી પણ પ્રેમમાં એટલી મોહિત હતી કે, ખુદના શરીરને ઘા મારી દેતી હતી.
આ પણ વાંચોઃકારની સમયસર ડિલિવરી ન મળતા યુવાને ન ભરવાનું પગલું ભરી લીધુ, મામલો પોલીસ ચોપડે નોંધાયો
દર્દમાં દીકરીઃ ભોગ બનનારી યુવતીના પિતાએ ઉમેર્યું કે, અમે સેલ્વીન સામે તાત્કાલિક ફરિયાદ પણ કરી શકીએ તેમ ન હતા. શુભ પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વીન અને દીકરીના મેરેજના થોડા મહિના બાદ અમને એમના પાડોશીઓમાંથી જાણવા મળ્યું હતું કે, મારી દીકરી ઘણું ખોટું થઈ રહ્યું છે. તેમજ મજૂરની જેમ એને ત્યાં કામ કરાવવામાં આવે છે. અમે અમારી દીકરીને કદી હાથ પણ નહોતો અડાડ્યોને એ નરાધમ મારી દીકરી જોડે શરીર પર બ્લેડ વડે ઘણા ઘા મરાવ્યા હતા. દર્દથી કણસતી મારી દીકરીએ એમ પણ કહ્યું કે, હવે મારાથી સહન થતું નથી, હું મરી જઇશ.
હોટેલમાં વીડિયોઃ થોડીક મુલાકાતો આકર્ષણમાં પલટાઈને સેલ્વીન મારી દીકરીને એક હોટલમાં લઇ ગયો હતો. તેની સાથે માણેલી અંગત પળોનો વીડિયો બનાવ્યો હતો. સેલ્વીને મારી દીકરીને એટલી હદે વશમાં કરી હતી કે, તે તેના હાથ પર બ્લેડથી 1 મિનિટમાં 40 કાપા મારી તેનો વીડિયો બનાવી મોકલી આપવા મજબુર કરતો હતો. એટલું જ નહીં ઘા મારેલાના ફોટા પણ મોકલવા માટે દબાણ કરતો હતો. જો યુવતી એવું ન કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. મારી દીકરી વર્ષ 2019માં એમ એસ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં LLBમાં ભણતી હતી. તે સમયે ધો.10મું નાપાસ વિધર્મી યુવક સેલ્વીન પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
આ પણ વાંચોઃમહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા, અર્ધનગ્ન કરી...
શું કહે છે તબીબોઃસેલ્વીનના કપડા અને ચપ્પલ પહેરવાના પણ ઠેકાણા ન હતા. પરંતુ પોતે કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ છે તેમ કહીને મારી દીકરીને ભોળવી હતી. જ્યારે દીકરી સેલ્વીનના અત્યાચાર સહન ન કરી શકી, ત્યારે તેને શહેરના એક જાણીતા મનોચિકિત્સક પાસે સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે જ્યારે તેનું કાઉન્સેલિંગ કર્યું, ત્યારે તેણે પોતાના શરીર પર રહેલા બ્લેડના ઘા બતાવ્યા. આ જોઇ ડોક્ટર પણ આશ્ચર્ય ચકિત ગયા હતા. અમને કહ્યું કે, તમારી દીકરી તો આખા શરીરે ચિરાઈ ગઈ છે. ત્યારે અમને જાણ થઇ કે દીકરીની હાલત અમારાથી તો જોઇ શકાય તેવી પણ ન હતી. દીકરીના હાથે આખી બાયના કપડા પહેરી રાખતી, જેથી અમને આ અંગે જાણ જ ન થવા દીધી.