- પ્રિય લક્ષ્મી રેલવે ગરનાળું 6 મહિના સુધી કરાયું બંધ
- સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
- વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કરાઈ માગ
વડોદરાઃ શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રિય લક્ષ્મી રેલવે અંડરપાસમાં બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનના ફાઉન્ડેશન બનાવવાની કામગીરી ચાલુ છે. જેથી 6 મહિના સુધી આ રેલવે ગરનાળુ અવર-જવર માટે બંધ રાખવામાં આવશે.
વડોદરામાં પ્રિય લક્ષ્મી અંડરપાસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ આ પણ વાંચોઃ સુરતઃ કડોદરા અંડરપાસ માટે દબાણ દૂર કરવાનું કામ શરૂ
પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ વિસ્તારમાં જવા માટે બનાવાયું છે રેલવે અંડરપાસ
પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ વિસ્તારમાં જવા રેલવે અંડરપાસ બનાવાયું છે. આ સંજોગોમાં પ્રિય લક્ષ્મી ગરનાળાનો ઉપયોગ નાગરિકો કરે છે. નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા રેલવે ગરનાળા પાસે રેલવે સ્ટેશનના ફાઉન્ડેશનની કામગીરી કરવામાં આવનારી છે, જેમાં રેલવે ગરનાળા પર કામ ચાલુ થતા આજે બુધવારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં પ્રિય લક્ષ્મી અંડરપાસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ આ પણ વાંચોઃ મોટીપાનેલીમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને કનડગત
પ્લેટફોર્મ નંબર 6 પાસેનો રોડ ખુલ્લો કરી આપવા માગ
સ્થાનિકોએ ગળનાળુ બંધ કરતા પહેલા પ્લેટફોર્મ નંબર 6 પાસેનો રોડ ખુલ્લો કરી આપવા માગ કરી હતી. પ્રિય લક્ષ્મી ઉપરથી રોજના હજારોની સંખ્યામાં નાગરિકો અવર-જવર કરે છે. પ્રિય લક્ષ્મી ગળનાળું પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઇને રેલવે ગરનાળાને બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લીધો છે. ત્યારે નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.
વડોદરામાં પ્રિય લક્ષ્મી અંડરપાસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ