- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર
- કોર્પોરેશનના કાઉન્સિલરોના કામોથી નાગરિકો નારાજ
- પ્રાથમિક સુવિધા કોઈપણ પ્રકારની કરવામાં આવી નથી
વડોદરાઃ કોર્પોરેશનની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજવાની છે, ત્યારે ચૂંટણી લડવા માટે લોકો ધમપછાડા કરી રહ્યા છે. વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓ છે કે જે હજુ પણ પાંચ વર્ષના શાસન દ્વારા પૂરી કરવામાં આવી નથી. ત્યારે નાગરિકો હજુ પણ સમસ્યાથી ત્રાહિમામ છે અને પાંચ વર્ષના શાસનમાં હજુ પણ નાગરિકોની સમસ્યા ઠેરની ઠેર છે જોવા મળી રહી છે.
કોર્પોરેશન વોર્ડ નંબર 1 ની સમસ્યા
શહેરમાં 19 વોર્ડ માં 76 બેઠકો આવેલી છે, ત્યારે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચાર કાઉન્સીલર છે. જેમાં કાઉન્સિલરમાં અમી રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને અતુલ પટેલ છે. અહીંયા એક પણ બેઠક ભાજપના ફાળે નથી. જ્યારે કોર્પોરેશનની અંદર ભાજપનું બોર્ડ આવેલું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષની અંદર પ્રાથમિક સુવિધા કોઈપણ પ્રકારની કરવામાં આવી નથી. નળ, ગટર, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
કોઈપણ પક્ષ સ્થાનિકોનો પ્રશ્નનો નિકાલ લાવતું નથી
કોંગ્રેસના કોઈપણ કાઉન્સિલર જોવા માટે આવતા નથી, ત્યારે ભાજપના કાઉન્સીલરો આવે છે પણ તેઓ કામ કરતા નથી. કોર્પોરેશનની અંદર ભાજપનું બોર્ડ બેઠેલું છે ત્યારે સ્થાનિક નાગરિકો જ્યારે કોંગ્રેસના કાઉન્સિલરને રજૂઆત કરે છે, ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર કહે છે કે, તમે તો ભાજપને મત પેલા જ્યારે નાગરિકોનું કહેવું છે કે અમે તો પાછા નથી આવતા કોંગ્રેસ ભાજપ દ્વારા મારે કઈ લેવાદેવા નથી. અમારે તો અમારા જ સ્થાનિક પ્રશ્ન છે તેનો ઉકેલ થવો જોઇએ. જ્યારે અમે ભાજપના કાર્યકરોને રજૂઆત કર્યે છીએ ત્યારે તેઓ કહે છે કે, તમે કોંગ્રેસના કાઉન્સિલરને રજૂઆત કરો. અમે રજૂઆત કરીએ છીએ તો કોંગ્રેસના કાઉન્સીલરો કહે છે કે, સ્થાનિકોને જે પ્રોબ્લેમ હશે તો અમને રજૂઆત કરશે. જેથી નાગરિકો ત્રાહિમામ થઈ ગયા છે એના કોંગ્રેસ અને ભાજપ કોઈપણ પક્ષ સ્થાનિકોનો પ્રશ્નનો નિકાલ લાવતું નથી.
કોર્પોરેશનના કાઉન્સિલરોથી સ્થાનિકો નારાજ