- રાજ્યો અને શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું
- કોરોનાના પગલે ભીડનું સંક્રમણ નાથવા લારી પથરાવાળાને હટાવ્યા
- પોલીસની ટીમ દ્વારા ભીડભાડવાળા જે વિસ્તારમાં લારી અને પથ્થરોને હટાવ્યા
વડોદરાઃ રાજ્યો અને શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા બાગ-બગીચાઓ, ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ ક્લાસીસ બંધ કરવાના આદેશ આપ્યા હતા, ત્યાર બાદ મંગળ બજાર ખાતે કોર્પોરેશન અને પોલીસની ટીમે જે ભીડભાડવાળા જે વિસ્તારમાં લારી અને પથ્થરોને હટાવ્યા હતા.
કોરોનાના કેસ વધતા વડોદરાનું તંત્ર એક્શનમાં
કોરોનાના કેસ વધતા વડોદરાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈન અમલ કરવાનું શરૂ કરાયું છે. માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવનારા પર તવાઈ મૂકવામાં આવી છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કોવિડ 19ની ગાઈડલાઈન પાલન ન કરનારા સામે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકાના તંત્રએ લારી અને પથારાધારકોને ખસેડાયા હતા. મંગળ બજારમાં શહેરીજનો સહિત દૂરથી લોકો પણ ખરીદી કરવા માટે આવતા હોય છે.
ભીડભાડવાળા વિસ્તારમાં કડક કાર્યવાહી કરાશે
શહેરના મધ્યમાં આવેલા મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ પાલન થતુ નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બેસતા પથારા, કડક બજાર, બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાઈ રહી છે. શહેરમાં દરેક વૉર્ડ વાઈઝ ટીમ ફરી રહી છે અને માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે શુક્રવારના રોજ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. તેવી જ પરિસ્થિતિ કડક બજાર અને ખંડેરાવ માર્કેટમાં પણ જોવા મળી હતી ઘણા લોકોએ તો માસ્ક પણ પહેર્યું હતું. જેના સામે કડક કર્યવાહી કરવામાં આવી રહી છે.