- વડોદરામાં એકસાથે 2 સ્થળે ચાલતું હતું 24x7 લાઈવ સેક્સ કોલ સેન્ટર
- વડોદરા, સુરત અને ઉત્તરપ્રદેશની યુવતીઓ કરતી હતી નોકરી
- સંચાલક નિલેશ ગુપ્તા મહિને 50થી 70 હજારની કરતો હતો કમાણી
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રેય ડિઝાઇનિંગ વર્લ્ડ નામની આર્કિટેક કંપનીના નામે વર્ચ્યુઅલ લાઈવ સેક્સના કોલ સેન્ટર રેકેટનો જે.પી.રોડ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે.પી.રોડ પોલીસે દરોડા પાડી કોલ સેન્ટરમાંથી 11 લેપટોપ, મોબાઈલ ફોન તથા એક કાર સહિત કુલ રૂપિયા 6.36 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરાના અકોટા વિસ્તારમાં આર્કિટેક ડિઝાઇનના ઓથા હેઠળ ધમધમતું સેક્સ કોલ સેન્ટર ઝડપાયું ગ્રાહકો વેબસાઈટ પર પેમેન્ટ કરી વેબ કેમેરાથી યુવતી નિહાળતા હતા
સંચાલક નિલેશ ગુપ્તા યુવતીઓને રૂપિયાની લાલચ આપી નોકરી ઉપર રાખીને વર્ચ્યુઅલ સેક્સનું કોલસેન્ટર ચલાવતો હતો. ગ્રાહકો આ વેબસાઈટ ઉપર આવીને એડવાન્સમાં પેમેન્ટ ચૂકવીને અથવા તો વધુ પૈસા ચૂકવીને યુવતીઓના અંગો નિહાળતા હતા. વડોદરા, સુરત અને ઉત્તરપ્રદેશની યુવતીઓને નિલેશની પાર્ટનર અમી પરમાર ગ્રાહકો સાથે કઈ રીતે વાતો કરવી અને બાદમાં અંગપ્રદર્શન કરવાની ખાસ ટ્રેનિંગ આપતી હતી. આ કોલ સેન્ટરમાંથી એક યુવતી થકી નિલેશ અને અમી મહિને રૂપિયા 50, 000 થી 60, 000ની કમાણી કરતા હતા જેમાંથી યુવતીઓને મહિને પગાર પેટે રૂપિયા 18 થી 20 હજાર આપવામાં આવતા હતા. છેલ્લા પોણા બે વર્ષમાં વર્ચ્યુઅલ કોલસેન્ટરમાં 30 જેટલી યુવતીઓએ પાસે આ પ્રકારનું કામ કરાવી 1.25 કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. chaturbate સહિત strip. com નામની બે જુદી જુદી વેબસાઈટ ચલાવવામાં આવતી હતી. નિલેશ ગુપ્તાએ 9.43 બીટકોઇન તેની પત્નીના એકાઉન્ટમાં અત્યાર સુધીમાં ટ્રાન્સફર કર્યા છે તેમાં તેની પાસેથી 30 વોલેટ એકાઉન્ટ પણ મળી આવ્યા છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં આર્કિટેક ડિઝાઇનના ઓથા હેઠળ ધમધમતું સેક્સ કોલ સેન્ટર ઝડપાયું 'ચતુરબાતે'નો થયો પર્દાફાશ
છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગોરખ ધંધો ચાલતો હતો જે અંગે જે.પી.રોડ પોલીસને જાણ થઈ હતી. વિજય ગોસાઈની ટીમે સોમવાર મોડી સાંજે બંને સ્થળો પર રેડ કરતા વેબ કેમેરા સાથે બેસી લાઈવ સેક્સ ચેટ કરતી બે યુવતીઓ હાજર મળી આવી હતી. કોલ સેન્ટરના સંચાલક નિલેષ ઇન્દ્રચંદ ગુપ્તાની સ્થળ પર જ ધરપકડ કરી હતી. કોલ સેન્ટરમાં નોકરી કરતી યુવતીઓ નોકરી છોડીને જતી ન રહે તે માટે સંચાલક તેમના પાસપોર્ટ જપ્ત કરી લેતા હતા. જેના કારણે યુવતીઓને મજબૂરીના કારણે પણ નોકરી કરવી પડતી હતી. જે.પી.રોડ પોલીસે તેમની પણ પૂછપરછ શરૂ કરી છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં આર્કિટેક ડિઝાઇનના ઓથા હેઠળ ધમધમતું સેક્સ કોલ સેન્ટર ઝડપાયું