સાવલી: હોળીઘૂળેટી પર્વને લઈ બૂટલેગરો સક્રિય બન્યાં છે. રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અવનવા પેંતરા અજમાવી રહ્યાં છે. જો કે,પોલીસ પણ આવા બુટલેગરોને પકડી લેવા ટાંપીને બેઠી છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસમથકના ડીસ્ટાફના કર્મીઓને માહિતી મળી હતી કે મોટા પ્રમાણમાં દારુ ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે સાવલીના કનોડા, પોઈચા પાસેથી પસાર થતો એક ટાટા 407 ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
વડોદરાના કનોડા-પોઈચા નજીકથી ટેમ્પોમાં છૂપાવેલો વિદેશી દારુ ઝડપાયો, 1ની ધરપકડ - સાવલી
વડોદરાના સાવલી પોલીસ મથકના ડી-સ્ટાફે કનોડા-પોઈચા પાસેથી એક ટેમ્પોમાં છુપાવેલો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો અને ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી.
કનોડા-પોઈચા પાસે ટેમ્પોમાં છૂપાવેલો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
આ ટેમ્પોમાં પ્રથમ દ્રષ્ટિએ જોતાં ડીસ્ટાફને ટેમ્પો ખાલી જણાઈ આવ્યો હતો. જો કે, વધુ ઝીણવટભરી તપાસ કરતાં ટેમ્પોમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતાં પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ અંગે ટેમ્પોચાલકની અટકાયત કરી વિદેશી શરાબના મુદ્દામાલની ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.