ગુજરાત

gujarat

ETV Bharat / city

મધ્ય ગુજરાતનો Liquor King લાલુ સિંધી ઝડપાયો

મધ્ય ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગર અને કહેવાતા Liquor King લાલુ સિંધીની વડોદરા જિલ્લા LCB એ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસેથી ધરપકડ કરી છે.

મધ્ય ગુજરાતનો Liquor King લાલુ સિંધી ઝડપાયો
મધ્ય ગુજરાતનો Liquor King લાલુ સિંધી ઝડપાયો

By

Published : Jun 1, 2021, 8:27 PM IST

  • પોલીસ ચોપડે પ્રોહિબિશનના સેંકડો કેસ નોંધાયેલા છે
  • વડોદરા LCBએ એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસેથી પકડ્યો
  • ઓક્ટોબર 2016માં મુકેશ હરજાણીની હત્યામાં પણ શામેલ

વડોદરા: વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં પોલીસ દારૂનો જથ્થો પકડે ત્યારે તેમાં ક્યાંક ને ક્યાંક લાલુ સિંધીનું નામ ખુલતું જ હતું. મધ્ય ગુજરાતના કહેવાતા Liquor King લાલુ સિંધી છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. જેની મંગળવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ( Local Crime Branch ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના Liquor King બનવાની મહેચ્છા ધરાવતા મુકેશ હરજાણીની હત્યામાં સંડોવણી

એક સમયે ગુજરાતમાં દારૂનું વિશાળ નેટવર્ક ધરાવતો મુકેશ હરજાણી ગુજરાતનો Liquor King બનવાની મહેચ્છા ધરાવતો હતો. લાલુ, અલ્પુ અને વિજ્જુ સિંધી મુકેશ હરજાણીના અંગત સાગરિતો મનાતા હતા. આ દરમિયાન વર્ષ 2016ના ઓક્ટોબર મહિનામાં મુકેશ હરજાણીની હત્યા કરવામાં આવી હતી. જેમાં લાલુ સિંધીની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે, પુરાવાના અભાવે તમામ સાગરિતોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details