- દેણા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
- LCBએ દારૂ ભરેલી ગાડીનો પીછો કર્યો હતો
- પોલીસે ગાડીમાંથી 1.54 લાખ સહિત 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાઃ દેણા ચોકડી પાસે LCBએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક પૂરઝડપે આવતી કારને પોલીસે તેને રોકી હતી, પરંતુ કાર ઉભી રહી નહતી. જોકે, પોલીસે ગાડીનો પીછો કરી 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 1.54 લાખનો દારૂ પકડાયો હતો. પોલીસે બે આરોપીઓને પકડી પૂછપરછ કરતા રણોલીના ગોડાઉનમાંથી પણ જંગી જથ્થો મળ્યો હતો.
આ પણ વાંચોઃસુરતમાં દુકાન બહાર દારૂ પી રહેલા લોકોને દુકાન ધારકે ટોક્યા, દારૂડિયાઓએ કર્યો પથ્થરમારો
પોલીસે 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
દેણા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી લઈને જતાં બે આરોપીને LCBએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને આરોપી દેણા ગામ તરફ ગાડી ભગાવી હતી. પોલીસે 1.54 લાખ રૂપિયાની લાખની કિંમતનો દારૂ, 3 ફોન અને ગાડી સહિત કુલ 4.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો વાઘોડિયા ચોકડી અને તરસાલી ખાતે રહેતા બે જુદાજુદા શખ્સને આપવાનો હતો.