ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રીન વુડ બંગલોઝમાં પોલીસના દરોડા, યુવક- યુવતીઓ સહીત 23 લોકોની અટકાયત - gujarat news

વડોદર શહેરના ન્યુ અલકાપુરી ગોત્રી વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ્સ બંગલોઝ ખાતે બર્થ ડે પાર્ટીમાં આયોજીત દારૂની મહેફિલમાં લક્ષ્મીપુરા પોલીસ મહેમાન બનીને પહોંચી હતી અને 23 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Vadodara
Vadodara

By

Published : Mar 7, 2021, 6:17 PM IST

Updated : Mar 7, 2021, 7:25 PM IST

  • ગ્રીનવુડ્સ બંગલોઝમાં ચાલતી દારૂની મહેફિલમાં લક્ષ્મીપુરા પોલીસ મહેમાન બની
  • વૈભવી ગાડીઓ, મોબાઈલ સહિત 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ટકીલા, વોડકા સહિતની મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી

વડોદરા: શહેર નજીક ગોત્રી સેવાસી રોડ પર આવેલા ગ્રીનવુડ્સ બંગલોઝમાં મકાન નંબર 5માં રહેતો રાજ પંજાબીના બર્થ ડે નિમિત્તે પાર્ટી યોજી હતી. જેમાં કેટલાક ખાનદાની નબીરાઓ અને યુવતીઓ મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો લઈ મહેફિલ માણી રહ્યાં હતા. તે દરમિયાન ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં ફરી રહેલી લક્ષ્મીપુરા પોલીસને આ અંગેની જાણ થતાં મહિલા પોલીસને સાથે રાખી ગ્રીનવુડ્સ બંગલોઝના બંગલા નંબર 5માં તપાસ અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે દરવાજો ખોલતાની સાથે જ પાર્ટી કરી રહેલા યુવક- યુવતીઓ પોલીસને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસને ટેબલ પર વિદેશી શરાબની દારૂની બોટલો નજરે પડી હતી.

ગ્રીન વુડ બંગલોઝમાં લક્ષ્મીપુરા પોલીસા દરોડા

યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી : ACP બકુલ ચૌધરી

બંગલામાં તપાસ કરતા બાથરૂમમાંથી વોડકાની ખાલી બોટલ મળી આવી હતી. ગ્રીનવુડ્સ બંગલોઝમાં લક્ષ્મીપુરા પોલીસે પાડેલા દરોડામાં કુલ 23ની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કેટલાક યુવકો નશામાં હોવાનું જણાતા પોલીસે તેઓ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો હતો. મોંઘીદાટ ગાડીઓ મળીને રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. સમગ્ર મામલે બી ડિવિઝનના ACP બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. યુવક- યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જો તેમાં યુવતીઓ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

વડોદરા

આ પણ વાંચો :આરોગ્ય વિભાગે વડોદરાની નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી નમૂના એકત્ર કર્યા

Last Updated : Mar 7, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details