વડોદરા ગુજરાત રાજ્યમા વિશ્વાસથી વિકાસયાત્રાની ( Vishwas thi Vikasyatra in Vadodara )ઉજવણી થઇ રહી છે ત્યારે વડોદરા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરાના સયુંક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન (National Livelihood Mission ) અંતર્ગત ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી કાયદા, આપત્તિ અને વ્યવસ્થાપનપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને (Law Minister Rajendra Trivedi in Vadodara at Cash Credit Camp )વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
બહેનોને મદદ માટે કુલ રુપિયા 336.50 લાખની રકમનું વિતરણ કરવામાં આવ્યું સ્વસહાય જૂથોને સરકારની મદદ આ કાર્યક્ર્મમાં 700 સ્વસહાય જૂથોને રકમ 1050.00 લાખ બેંકો દ્વારા મંજૂર ( Help for Sisters of Sakhi Mandal )કરવામાં આવેલા છે. જે પૈકી 229 સ્વસહાય જૂથોને રૂ.336.50 લાખની રકમનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સરકાર દ્વારા (111) સ્વસહાય જૂથો પ્રમાણે ગ્રામ સંગઠનને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રકમ 166.50 લાખ તથા (134) સ્વસહાય જૂથો પ્રમાણે રીવોલ્વીંગ ફંડ ( Government Assistance to Self Help Groups )રકમ રૂ. 40.20 લાખની સહાયનું વિતરણ કરાયું હતું. આ અવસરે રાજેન્દ્ર ત્રિવેદીએ સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
પીએમ મોદીનું મહિલાઓની આત્મનિર્ભરતા માટે યોગદાનઆ પ્રસંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Law Minister Rajendra Trivedi in Vadodara at Cash Credit Camp ) જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના પીએમ મોદીએ ( PM Modi contribution to women self reliance ) મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ યોજનાની શરૂઆત કરી હતી. મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો સ્વાવલંબી આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી રહી છે. ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે.
મોટી સંખ્યામાં હાજર રહ્યાં અધિકારીઓમહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ ( Cash Credit Camp ) કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદા જોષી, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, ધારાસભ્ય સીમા મોહિલે, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના ડાયરેક્ટર મીતા જોશી, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો (Law Minister Rajendra Trivedi in Vadodara at Cash Credit Camp ) ઉપસ્થિત રહી હતી.