ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના છાણી વિસ્તારમાં L-T કંપનીનું ચાર માળનું બિલ્ડિંગ ધરાશાઈ, 2ના મોત - vadodara muncipal corporation

વડોદરાઃ શહેરના છાણી વિસ્તારમાં આવેલ L-T કંપનીના 15 વર્ષ જૂનું ચાર માળના બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બપોરે 3 કલાકે બિલ્ડિંગ ધરાશાઈ થયું હતુ. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે અને 3 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. સાથે જ હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાથી વડોદરા ફાયર બ્રિગેડ અને NDRFની ટિમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

Building collapse in vadodara

By

Published : Oct 20, 2019, 3:02 AM IST

Updated : Oct 20, 2019, 1:03 PM IST

આ ઘટનામાં 4 લોકો દટાયા હતા. તેઓને બહાર કાઢી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2ના સારવાર દરમિયાન મોત થયા હતા, બાકી બે લોકો ઇજાગ્રસ્તો હોવાથી ઈલાજ ચાલી રહ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.

વડોદરાના છાણી વિસ્તારમાં L-T કંપનીનું ચાર માળનું બિલ્ડિંગ ધરાશાઈ, એકનું મોત

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ 4 માળના બિલ્ડીંગમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી હતી, તે સમયે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કોન્ટ્રાક્ટર કેફૂલ પઠાણને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ 10 થી વધારે જેસીબી, 4 ક્રેન અને 20 જેટલા ડમ્પરની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય, સાંસદ રંજનબેન ભટ્ટ, ડે. કમિશ્નર સુધીર પટેલ સહીત કોર્પોરેશનના અધિકારીઓ અને એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર રાજય સરકાર સાથે સીધા સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.

Last Updated : Oct 20, 2019, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details