વડોદરાઃટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પિતા (Krunal Pandya Become Father) બન્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. કૃણાલ પંડ્યાએ ટ્વીટર અને ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કરીને પોતાના ચાહકોને આ ખુશખબર આપી છે. જો કે, કૃણાલ પંડ્યાએ જે ફોટો શેર કર્યો છે તે ફોટોમાં તેના પુત્રનો ચહેરો (Krunal Pandya son photo) દેખાતો નથી. કૃણાલ પંડ્યાએ ટ્વીટર પર બે તસવીર શેર કરી છે. જેમાં એક તસવીરમાં પંખૂરીના (Pankhuri Sharma pregnancy) હાથમાં પુત્ર છે અને બંન્ને પોતાના પુત્રને જોઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટોમાં કૃણાલ પોતાના પુત્રને ચુમતો જોવા મળે છે.
આ પણ વાંચોઃ નીરજનો સિલ્વર થ્રો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઈતિહાસ
શું છે દીકરાનું નામઃ ક્રિકેટરના ઘરે પારણું બંધાતા પરિવારમાં દિવાળી જેવો આનંદ છે. કૃણાલ અને પંખુરી શર્માના પુત્રનું નામ કવીર રાખવામાં આવ્યું છે. જોકે, આ કવીરનો જન્મ ક્યારે અને ક્યાં થતો એની કોઈ વિગત શેર કરવામાં આવી નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ એને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં કે.એલ. રાહુલ અને શિખર ધવન જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. 27 ડિસેમ્બર 2017ના રોજ ક્રિકેટર કૃણાલ પંડ્યા અને મોડલ પંખુરી શર્માના લગ્ન થયા હતા.
આ પણ વાંચોઃ જૂઓ રશ્મિકા મંદાના બોલીવૂડમાં આ ફિલ્મમાં મચાવ છે ધમાલ
પાંચ વર્ષે પુત્રઃલગ્ન થયાના પાંચ વર્ષ બાદ એમને ત્યાં પુત્રનો જન્મ થયો છે. કૃણાલ અને પંખુરી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો શેર કર્યા છે. પણ ક્યાંય પુત્રનો ચહેરો જોવા મળ્યો નથી. જોકે, કૃણાલનો ભાઈ હાર્દિક પંડ્યા હાલમાં જોરદાર ફોર્મ સાથે પ્લેગ્રાઉન્ડ પર રમી રહ્યો છે. કૃણાલે પોતાની પોસ્ટમાં જ એના દીકરાનું નામ લખીને પોસ્ટ મૂકી દીધી હતી