ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી - Prime Minister Narendra Modi

દેશભરમાં ગાંધી જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ કેટલાય લોકોએ ખાદીની ખરીદી કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ખાદી ખુબજ પ્રિય હતી. ગાંધીજી ખાદીના હિમાયતી હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાદી ખરીદીના આહવાનને વર્ષોથી અપનાવી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ગાંધી જયંતિ નિમિતે ખાદીની ખરીદી કરવામાં આવે છે.

Gandhi Jayanti
વડોદરામાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી

By

Published : Oct 3, 2020, 3:52 AM IST

વડોદરાઃ દેશભરમાં ગાંધી જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ કેટલાય લોકોએ ખાદીની ખરીદી કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ખાદી ખુબજ પ્રિય હતી. ગાંધીજી ખાદીના હિમાયતી હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાદી ખરીદીના આહવાનને વર્ષોથી અપનાવી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ગાંધી જયંતિ નિમિતે ખાદીની ખરીદી કરવામાં આવે છે.

સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર,ડો.જીગીષાબેન શેઠ, પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ગાંધી જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ખાદીની ખરીદી કરી હતી. તેમજ તેમણે લોકોને ખાદીની ખરીદી માટે આહવાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details