- વડોદરા કોર્પોરેશનના મેયર સહિતના હોદ્દેદાર જાહેર
- મેયર કેયૂર રોકડિયા, ડે. મેયર નંદાબેન જોશી
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેષ પટેલ
વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કેયુર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના આજે ભાજપ કાર્યાલય ખાતે નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. સદનમાં પક્ષના નેતા અલ્પેશ લીંબચીયા અને દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી હતી.
આ છે નવા હોદ્દેદારોનો પરિચય
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. 76 સિટીમાંથી ભાજપે 69 ભાજપે આંચકી હતી. ત્યારે આજે મેયર ડેપ્યૂટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષના સભ્યોને સયાજીગંજ ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે નામોને જાહેરાત કરવામાં આવી હતી. તેમાં મેયર તરીકે યુવા કેયૂર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયા, દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી હતી. મેયરપદે કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી છે. તે અગાઉ પણ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યાં છે. શિક્ષણ સમિતિના ચેરમેન, FRC સભ્ય પણ રહી ચૂક્યાં છે અને એક યુવા તરીકે મેયર કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી હતી. ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અગાઉ પણ 2010થી 2015માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેઓ અગાઉ રહી ચૂક્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના પણ નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પરાક્રમસિંહ જાડેજા, મનોજ પટેલ, કલ્પેશ પટેલ, નીલેશ રાઠોડ, અજીત અજીત, પૂનમબેન શાહ, ડોક્ટર મિસ્ત્રી, સ્નેહલબેન પટેલ, ધર્મેશભાઈ પટની, રશ્મિબેન વાઘેલા અને શ્રીરંગ રાજેશ આયરેની સ્થાયી સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે