ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે તો જ ફરક પડશે: કેજરીવાલ - ફ્રીમાં યોગનું શિક્ષણ

વડોદરામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા.સમા વિસ્તારમાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ (Kejriwal Visited Vadodara Dialogue Program) યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા હલકી કક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓ અને શિક્ષકોના પ્રશ્નોનું અમારી સરકાર આવતા જ નિરાકરણ (parents and teachers problems resolved) લાવવામાં આવશે, તેવી ખાતરી આપી  હતી.

શિક્ષિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે તો જ ફરક પડશે: કેજરીવાલ
શિક્ષિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે તો જ ફરક પડશે: કેજરીવાલ

By

Published : Sep 20, 2022, 6:56 PM IST

વડોદરાઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. સમા વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં વાલીઓ અને શિક્ષકો સાથે (Kejriwal dialogue program parents and teachers) સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષકોની હાજરી રહી હતી. જ્યાં વાલીઓ અને શિક્ષકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

સમા ખાતે આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષકોની હાજરી રહી હતી જ્યાં વાલીઓ અને શિક્ષકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.

વાલીઓ અને શિક્ષકોના પ્રશ્નો થશે નિરાકરણઅરવિંદ કેજરીવાલે આ સંવાદ કાર્યક્રમમાં વાલીઓ અને શિક્ષકોના પ્રશ્નોનું ગુજરાતમાં સરકાર આવતા જ નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ સાથે ભાજપ દ્વારા હલકી કક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેવી વાત કરી હતી. ભાજપ દ્વારા પાર્ટી પ્લોટના માલિકોને ધમકાવવામાં આવી ( BJP threatened Vadodara Party plot owners) રહ્યા છે. 13 જેટલા પાર્ટી પ્લોટના માલિકોને ધમકાવી બુકિંગ કેન્સલ કર્યું હતું.

ગુજરાતમાં સંવાદ થશે અને સ્કૂલો પણ સારી બનશેગુજરાતમાં આજદિન સુધી સંવાદ કાર્યક્રમ યોજાયો નથી. ગુજરાતમાં સંવાદ પણ થશે અને સ્કૂલો પણ સારી બનાવવામાં આવશે અને તમામ નાગરિકોના પ્રશ્નોને સાંભળી નિરાકરણ લાવવામાં આવશે. સાત વર્ષમાં દિલ્હીમાં સરકારી સ્કૂલોની (Government Schools in Delhi) કાયાપલટ કરી છે. 4 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં લાવવામાં આવ્યા છે.

શિક્ષિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે તો જ ફરક પડશે વધુમાં અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોગ પાર્ક અમે ફ્રી (Free Yoga Park in Delhi) કર્યા છે. ત્યાં આવતા તમામ વ્યક્તિઓ માટે ફ્રીમાં યોગનું શિક્ષણ (Teaching yoga for free) આપવામાં આવે છે. ગુજરાતમાં પણ અમે આ જ રીતે કામ કરીશું. હું વોટ બેન્ક માટે નહીં પરંતુ શક્તિશાળી ભારત બને તે માટે કામ કરું છું. અમારા જેવા શિક્ષિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે તો જ ફરક પડશે. આ સાથે પાર્ટી પ્લોટ આપનાર નવનીત કાકાનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details