ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કરૂણા અભિયાન દ્વારા 500થી વધુ પક્ષીની સારવાર - કરૂણા અભિયાન

વડોદરા: ઉત્તરાયણમાં પતંગના દોરાથી હજારો પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે, ત્યારે શહેરમાં કરૂણા અભિયાન હેઠળ 500થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર અને નવું જીવન આપવામાં આવ્યું હતું.

vadodara
vadodara

By

Published : Jan 16, 2020, 11:27 AM IST

વડોદરા શહેર અને જિલ્લામાં 10મી જાન્યુઆરીથી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ, પશુપાલન ખાતા ઉપરાંત સંખ્યાબંધ જીવદયા સંસ્થાઓ અને સેવાભાવી સ્વયંસેવકોનો સહયોગ તેમજ જિલ્લા પ્રશાસન પણ જોડાયું હતું. જેના પરિણામે ઉત્તરાયણના દિવસે અને તે પહેલાના ત્રણ દિવસ દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવાની વ્યાપક કામગીરી કરાઇ હતી. ઉત્તરાયણના દિવસે સવાર અને સાંજના સમયે હવાની ગતિ ઓછી રહેતા પતંગો ઉડાડવાની કામગીરી ધીમી પડી જેને લીધે કુદરતી સુરક્ષા થઈ હતી. લોકોએ પણ કરૂણા અભિયાનની અપીલને માન આપીને શક્ય હોય ત્યાં સુધી આ સમયે પતંગબાજી ટાળી હતી.

કરૂણા અભિયાન દ્વારા 500થી વધુ પક્ષીઓની સારવાર

ઘાયલ પક્ષીઓની જીવન રક્ષાના કામમાં લોકભાગીદારીને જોડવા એક વિહંગરથ અભિયાન ફરતો કરવામાં આવ્યો છે. જે દસ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ફરીને ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. આ અભિયાનમાં 38 સેન્ટરની જાણકારી આપવાની સાથે પક્ષીઓની રક્ષા માટે શું કરવું અને શું ન કરવું તેની જાણકારી પણ આપવામાં આવી હતી.

શહેરી વિસ્તારમાં કબૂતરો મોટા પ્રમાણમાં રહે છે એટલે ઘાયલ પક્ષીઓમાં કબૂતરોની સંખ્યા વધુ હોય છે. આ ઉપરાંત પીળી ચાંચ ઢોંક, બગલા, બતક અને પોપટ જેવા પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવાયો હતો. સામાન્ય ઇજા પામેલા પક્ષીઓને જરૂરી સારવાર આપી મુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગંભીર ઇજા પામેલા અને લાંબી સારવારની જરૂર વાળા પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસક્યુ સેન્ટર ખાતે ઇન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યાં છે. જેમને સાજા કરીને છોડવામાં આવશે, ત્યારે આ સમગ્ર કામગીરી સાંસદ રંજન બહેન ભટ્ટે પશુ દવાખાના ખાતે નિહાળી હતી.

ABOUT THE AUTHOR

...view details