ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, કોઇ જાનહાની નહી - Karnavati Kovid-19 Special Express Train

વડોદરા રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે કર્ણાવતી કોવિડ-19 સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ટ થઇ હતી. અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી જતા ચકચાર મચી હતી. જોકે તત્કાલ રેલ્વેની ટેક્નિકલ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને છુટા પડેલા ડબ્બાને જોઈન્ટ કરી ટ્રેનને રવાના કરી હતી.

karnavati-express-train
વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, કોઇ જાનહાની નહી

By

Published : Jul 30, 2020, 1:06 AM IST

વડોદરાઃ શહેરમાં રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે કર્ણાવતી કોવિડ-19 સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ટ થઇ હતી. અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી જતા ચકચાર મચી હતી.

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, કોઇ જાનહાની નહી

અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જઇ રહેલી કર્ણાવતી એક્સપ્રેસ નિર્ધારીત સમયે વડોદરા રેલવે સ્ટેશન ઉપર સવારે 6:30 વાગ્યે આવી પહોંચી હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પ્રવાસીઓને લઇને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇ તરફ રવાના થઇ હતી. દરમિયાન વડોદરા બાદ આવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે તે પહેલાં એન્જીન પછીના પેસેન્જર ડબ્બા છૂટા પડી ગયા હતા. આ ટ્રેનમાં યાત્રા કરી રહેલા વિકાસ શર્મા નામના યાત્રાળુએ વીડિયો ઉતારી પોતાના ટિ્વટર એકાઉન્ટ પર વાઈરલ કરી દીધો હતો. આ વીડિયો રેલવેના ધ્યાન પર આવતા તુરંત જ રેલવેની ટેક્નિકલ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને છૂટા પડેલા ડબ્બાને જોઇન્ટ કરીને રવાના કરી હતી. જો ટ્રેનની સ્પીડ વધુ હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત, જોકે ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના થતાં ટળી હતી.

ABOUT THE AUTHOR

...view details