વડોદરા : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કહેવા પૂરતી સીમિત હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે અસામાજીક પ્રવૃતિને રોકવા માટે રાજ્યની પોલીસે સતત કામગીરી કરી રહી છે. જેને પગલે પોલીસથી બચવા માટે ગેરકાયદે પ્રવૃતિ કરનાર ગુનેગારો પણ અવનવા નુસખા શોધી રહ્યા છે. રાજસ્થાનથી ટ્રકમાંથી દારૂ સંતાડીને ( Karjan Police Seized Liquor From Rajasthan) વડોદરામાંથી પસાર થઈ રહેલા ડ્રાઈવર દ્વારા પણ આવો જ રસ્તો અપનાવ્યો હતો. કરજણ ચોકડી પાસેથી ડાયપરની આડમાં દારૂનો જથ્થો Liquor Under The Guise Of Diapers ) લઈ જનાર ટ્રકને કરજણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂ.1071840 કિંમતની કુલ 2100 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસથી બચવા માટે ગેરકાયદે પ્રવૃતિ કરનાર ગુનેગારો પણ અવનવા નુસખા શોધી રહ્યા છે વોચ રાખવામાં આવી મળતી માહિતી અનુસાર ગઈ કાલે વડોદરા રૂરલ પોલીસને ( Vadodara Rural Police )બાતમી મળી હતી કે એક ચોક્કસ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા થઈ સુરત શહેર તરફ લઈ જવાઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર કરજણ ચોકડીના ઓવર બ્રિજ પાસે બાતમી મુજબના ટ્રકની વોચ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો કરજણ પાસેથી મહિલા સહિત 4 લોકો દારૂના જથ્થા સાથે ઝડપાયા
ડાયપરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો દરમિયાન બાતમી અનુસારનો એક ટ્રક આવતા તેને પોલીસ દ્વારા રોકીને તપાસ હાથ ધરાઈ હતી. ટ્રકમાં આરોપી ડ્રાઈવર શ્રવણકુમાર ઉગમા પ્રજાપતિ રહે. ગીરધરપુરા ગામ ભલીવાડા જિલ્લા રાજસ્થાન એકલો જ હતો. જેને સાથે રાખીને પોલીસે ટ્રકમાં રહેલા માલસામાનની તપાસ કરી હતી. જેમાં ડાયપરના બોક્સ મળી આવ્યા હતાં. પરંતુ આ બોક્સ હટાવી જોતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ( Liquor Under The Guise Of Diapers )મળી આવ્યો હતો. કુલ 175 પેટીઓમાં 2100 દારૂની બોટલ મળી હતી. રૂ. 1071840 કિંમતની 2100 વિદેશી દારૂની બોટલ પોલીસ દ્વારા કબજે કરાઈ હતી. કરજણ પોલીસે રાજસ્થાનથી આવતો દારુ પકડ્યો હતો.
આ પણ વાંચો ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસની લાલઆંખ
કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી ટ્રક ડ્રાઈવરની અંગઝડતીમાંથી મળી આવેલ 1 મોબાઈલ ફોન રૂ.10000 તથા કન્ટેનર કિં.રૂ.1500,000 તથા ડાયપરના બોક્સ નંગ 695 કિં.રૂ.1302216 મળી કુલ રૂ.3884056 નો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરીને આ વિદેશી દારૂ કોણે ભરી આપ્યો અને ક્યાં આપવાનો તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ વિદેશી દારૂ બંસીભાઈ નામની વ્યક્તિએ રાજસ્થાનથી ભરી આપેલો હોવાની હકીકત સામે આવી છે. હાલ પકડાયેલા ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.