- કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયને 13 નવેમ્બરથી ખોલાવનો પાલિકાનો નિર્ણય
- સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું મુકાશે
- સવારના 2 કલાક સાંજે 1.5 કલાક મર્યાદિત સમય રાખવામાં આવ્યો
કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને 13 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સાત મહિના સુધી બંધ રહ્યા બાદ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને તારીખ 13 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખોલવાનું છે. આ વખતે પ્રાણી સંગ્રહાલય સવારે 2 કલાક અને સાંજે 1.5 કલાક મર્યાદિત સમય સુધી ખોલવામાં આવશે.
વડોદરા: જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશને સાત મહિના સુધી બંધ રહ્યા બાદ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને તારીખ 13 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખોલવાનું છે. આ વખતે પ્રાણી સંગ્રહાલય સવારે 2 કલાક અને સાંજે 1.5 કલાક મર્યાદિત સમય સુધી ખોલાશે.
માસ્ક સાથે જ અપાશે એન્ટ્રી
જ્યારે મહામારી ન હતી, ત્યારે સામાન્ય દિવસોમાં ઝૂ 6થી 8 કલાક ખુલ્લું રહેતું હતું. એમાંય દિવાળીના તહેવારોમાં રોજ લાખથી 1.5 લાખની આવક થતી હતી. સામાન્ય દિવસોમાં 5 થી 7,000 લોકો મુલાકાત લેતા હતા, પરંતુ મહામારીના માહોલમાં પ્રાણી સંગ્રહાલય જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે ઝૂમાં એન્ટ્રી માસ્ક સાથે ફરજીયાત છે અને સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.
કોરોના ઈફેક્ટ: 20 થી 25 ટકા લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે તેવી શક્યતા
સિંગલ પોઇન્ટ એન્ટ્રી અને એક્ઝિટ રહેશે પાણી સિવાય ખાવા-પીવાની બીજી કોઈ વસ્તુ સાથે લઇ જવા દેવામાં આવશે નહીં. માતા-પિતા પોતાના બાળકોને લઈને આવશે, એટલે તેઓએ સ્વયં શિસ્ત રાખવી પડશે. પ્રાણી સંગ્રહાલયમાં અવેરનેસ માટે પોસ્ટર લગાવ્યા છે. કેવડિયા ખાતેનું ઝૂ-લોજિકલ પાર્ક હોય કે પછી અમદાવાદ અને રાજકોટના પ્રાણી સંગ્રહાલય હોય દરેક સ્થળે હાલ સહેલાણીઓ ઘટ્યા છે. 20 થી 25 ટકા મુલાકાતીઓ સરેરાશ આવે છે, એટલે વડોદરામાં પણ 20 થી 25 ટકા લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં 1271 પક્ષીઓ અને પ્રાણીઓ છે.