વડોદરા: કલાનગરી વડોદરામાં 35 વર્ષથી પ્રેક્ટિસ કરતા નામાંકિત ડો. હિમાંશુ શાહને કલા સાથે પણ સંબંધ છે.(dr himanshu shah painting) તેમણે બાળપણનો અધૂરો શોખ ફરી વિકસાવ્યો છે. કલા સાથે જોડાવા માટે કોઈ ચોક્કસ ડિગ્રી કે ચોક્કસ પ્રકારની તાલીમની જરૂર નથી ના કોઈ ઉમંરનો બાંધ હોય, ના કોઈ સમયની પાબંધી. એજ વાત શહેરના નામાંકિત ડો. હિમાંશુ શાહે સાર્થક કરી બતાવી છે.
જન્માષ્ટમી નિમિતે ડો.હિમાંશુ શાહના ચિત્રો પ્રદર્શનમા મુકાયા જન્માષ્ટમી ચિત્ર પ્રદર્શન: 'સિમ્બોલ ઓફ લવ' નામનું ચિત્ર પ્રદર્શન એક અઠવાડિયા માટે શહેરના જેતલપુર રોડ સ્થિત આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતુ. પ્રદર્શનમાં ખાસ રાધા કૃષ્ણના એબ્સટ્રેક્ટ ચિત્રોને રજૂ કરવામાં આવ્યા હતા.(dr himanshu shah painting exhibition) આ પ્રદર્શનમાં કુલ 23 ચિત્રો પ્રદર્શિત થયા હતા જેમા રાધા કૃષ્ણની જોડી અને એમના સંબંધને અહીં ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવા આવ્યું છે હતુ. જન્માષ્ટમીના શુભ અવસર નિમિતે શહેરના કલાકાર દ્વારા ખાસ રાધા કૃષ્ણના ચિત્રોને પ્રદર્શનાર્થે મુક્યા હતા..(janmashthmi2022)
જન્માષ્ટમી નિમિતે ડો.હિમાંશુ શાહના ચિત્રો પ્રદર્શનમા મુકાયા આ પણ વાંચો:પુરુષોને ટક્કર આપે એવી મહિલા મંડળે મટકીને મિનિટોમાં જ ફોડી નાખી
બાળપણનુ સપનુ: ડો. હિમાંશુ શાહનાં જીવનમાં કલાની સફર કંઈક આવી રહી છે તેઓ પોતાના અભ્યાસ કાળ દરમિયાન ચિત્રકલાથી આકર્ષાયા હતા, અને ફક્ત શોખ માટે કંઈ પણ કલાની સમજણ વગર પેઇન્ટિંગ બનાવતા હતા. તેમને વડોદરા ફાઈન આર્ટસમાં એડમિશન પણ મળી ગયેલું ! જોકે ભાગ્યને આ વાત મંજૂર નહોતી અને પરીવારમાંથી પણ સહકાર ન હતો, તેથી ન છુટકે તેમને તબીબી અભ્યાસ કરવો પડ્યો, પરંતુ પોતાના મનનાં કોઈ ખૂણે રંગો આકાર લેતા હતા, અને સમય જતાં તેમણે પોતાની પેશન જતી ન કરી, સમયના ચક્રના પરીવર્તન થવાની રાહ જોઈ હતી. વર્ષો પછી નિરાંત અને સમય મળતાં, તેઓ ફરી પોતાના પેશનમાં એકટીવ થયાં હતા. બસ, કેનવાસ લઈ પીંછી ફેરવવા લાગી ગયા. છેલ્લા વીસ પચીસ વર્ષથી શરૂ થયેલ પેઇન્ટિંગની બીજી ઇનિંગ ડો. હિમાંશુ શાહ હાલ માંણી રહ્યા છે.
જન્માષ્ટમી નિમિતે ડો.હિમાંશુ શાહના ચિત્રો પ્રદર્શનમા મુકાયા આ પણ વાંચો:કથાકાર રમેશભાઈ ઓઝાએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પાઠવી શુભેચ્છા
આર્ટ ગેલેરી પણ બનાવી: 35 વર્ષની ઉંમર બાદ ફરી પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. દિવસે ક્લિનિક અને રાત્રે સમય મળતાં પેઇન્ટિંગ કરવુ એ તેમના રૂટનિનું ભાગ બની ચૂક્યા છે. તેમણે 250 થી પણ વધુ પેઇન્ટિંગસ બનાવ્યા છે. તેમણે ઘણા ગ્રુપ પ્રદર્શનમાં ભાગ લીધો છે, અને સોલો પ્રદર્શન પણ કર્યો છે. તેમના પેઇન્ટિંગસ પ્રદર્શિત કરવા માટે આર્ટ ગેલેરી પણ બનાવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેમની આર્ટ બુક રજૂ થયેલ છે. ડો. હિમાંશુ શાહે જણાવયું કે- મને સ્કુલ સમયથી જ ચિત્રકલામાં રસ હતો. સ્કુલ,કોલેજમાં પણ મિત્રોને ચિત્રો દોરી આપતો હતો. મારા પિતાના આગ્રહને કારણે હું ડોક્ટર બન્યો હતો. અલબત્ત મારૂં એડમિશન તો વડોદરા ફાઈન આર્ટસ કોલેજમાંથી થયેલું હતુ. ભણતર બાદ નવું કેરીયર એટલે પેઇન્ટિંગ માટે સમય ન મળતો, પરંતુ હવે હું પેઇન્ટિંગ માટે પુરતો સમય આપું છું. આવનાર સમયમાં સંપૂર્ણ સમય મારા પેશન સાથે પસાર કરવો છે. ડો હિમાંશુ શાહે ઘણાં વિષયો પર પેઇન્ટિંગસ બનાવ્યા છે. તેમને શેર શાયરીમાં પણ ધણો શોખ છે, પોતે લખે પણ છે અને પ્રસ્તુત પણ કરે છે. તેના માટે તેમના નજીકના અને જાણીતા લોકો " હમુરાજા " ના તખલ્લુસથી સંબોધે છે.