વડોદરારાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હજુ થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રખડતા ઢોર અડફેટે લીધી હતા. ત્યાં વડોદરામાં જન્માષ્ટમીની (Janmashtami 2022 in Vadodara) રાત્રે મોટર સાઇકલ લઇને નીકળેલા યુવાનને રસ્તા ઉપર રખડતી ગાયે ભેટીએ ચઢાવતા મૃ્ત્યુ નીપજ્યું છે. પરિવારના મોભીનું મૃત્યુ નીપજતા પત્ની અને દીકરીનો સહારો છીનવાયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ પરિવાર સહિત લોકોમાં પાલિકા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
જન્માષ્ટમીના પર્વ પર પરિવારના મોભીનું મૃ્ત્યુ નીપજતાં દીકરીનો સહારો છીનવાયો કેમ સર્જાયો અકસ્માતશહેરના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ ઉપર આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં 48 વર્ષીય જીગ્નેશ રાજપુત મોડી રાત્રે પોતાની મોટર સાઇકલ લઇને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. જ્યારે તેઓ પસાર (Vadodara Torture stray cattle) થઇ રહ્યા હતા તે સમયે વરસાદના કારણે સ્ટ્રીટ લાઈટો બંધ થઇ ગઇ હતી. લાઈટો બંધ હોવાના કારણે મોટર સાયકલ ચાલક જીગ્નેશ રાજપુત રસ્તા ઉપર એકાએક દોડી આવેલી ગાયને જોઈ શક્યા ન હતા. તેથી ગાયે તેઓને ભેટીએ ચડાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા.
કૃષ્ણ જન્મોત્સવ શોકમાં ગરકાવ ગાયે મોટર સાઇકલ ચાલક જિગ્નેશ રાજપુતને ભેટીએ ચઢાવતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર પટકાતા બેભાન થઈ ગયેલા જીગ્નેશ રાજપૂતને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન (Death due to stray cattle) મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ પરિવારજનો અને સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. જીગ્નેશ મૃત્યુનું નિપજતાં પત્ની, દીકરી અને પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. આ ઘટનાને પગલે વિષ્ણુકુંજ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ પણ વાંચોજય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા
પોલીસ પશુપાલન સુધી પહોંચશે?મોડી રાત્રે ગાયે ભેટી મારવાના કારણે મૃત્યુ નીપજવાની બનેલી ઘટના અંગે પરિવાર દ્વારા અજાણ્યા પશુપાલક સામે ગોરવા પોલીસ મથકમાં અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવાનનો ભોગ લેનાર ગાયના માલિકને શોધવા માટે ઘટના સ્થળ પાસેના CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ વિષ્ણુકંજ સોસાયટી સહિત સુભાનપુરા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી.
અગાઉ રાજ્યના પ્રધાનો સામે ઘટના બની ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ભાગ લેવા જતી વખતે તેમના કાફલામાં આખલા ઘૂસી આવતા અફરા-તફરી મચી હતી. તે પૂર્વે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે ભેટીએ ચઢાવતા પગમાં ઇજા પહોંચી હતી. આ ઘટનાઓ બાદ સરકારે રાજ્યમાં રસ્તે રઝળતી ગાયો અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જોકે, વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જન્માષ્ટમીના દિવસે કોર્પોરેશનના પાંજરાપોળમાં બંધ ગાયોને ન છોડવા માટે નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોજય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો
ટકોર છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જવડોદરા શહેરમાં રખડતાં ઢોર બાબતે અનેક વાર નાગરિકો પરેશાન થયા છે, ત્યારે વડોદરા શહેરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આર પટેલ દ્વારા પણ અગાઉ વડોદરા શહેર મેયર કેયુર રોકડીયાને ટકોર કરવામાં આવી છે. છતાં આજે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. શહેરમાં રખડતાં ઢોર બાબતે તંત્ર સામે નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતો હોય તેવું લાગી રહ્યું છે અને ગત રાત્રે એક યુવક સામે ગાય અથડાતાં ગંભીર ઇજા ને લઈ મૃત્યુ નિપજતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. Janmashtami 2022 in Vadodara Janmashtami festival 2022 Torture stray cattle in Vadodara Death due to stray cattle