ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં જન્માષ્ટમીની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી - Azadi ka Amrit Mohotsav

વડોદરામાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં હતી. મટકીફોડ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના 300 મટકી ફોડ મહારથીઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડી કૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. હર ઘર તિરંગા અને આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે મહારથીઓ દ્વારા મટકી ફોડતા પહેલા તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી. Janmashtami celebrated in Vadodara, Janmashtami 2022

જન્માષ્ટમી
જન્માષ્ટમી

By

Published : Aug 21, 2022, 5:15 PM IST

વડોદરા સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો (anmashtami celebrated in Vadodara). છેલ્લા 11 વર્ષોથી મહારાષ્ટ્રના મુંબઈથી ઓમ પીપલેશ્વર ગ્રુપના મહારથીઓ દ્વારા અનોખી રીતે મટકી ફોડી ઉજવણી કરવામાં આવતી હોય છે. કોરોના મહામારી બાદ આ વર્ષે મટકીફોડ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના 300 ઓમ પીપલેશ્વર ગ્રુપના યુવાનો જોડાયા હતા. આ ગ્રુપ દ્વારા વિવિધ લેયરના પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવતી હતી.

જન્માષ્ટમી

આ પણ વાંચો દેશભરમાં ઉજવાઈ રહી છે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો આજના શુભ મુહૂર્તો વિશે

ઉત્સાહ ભેર કાર્યક્રમ યોજાયો ઓમ પીપલેશ્વરબલ ગ્રુપના મહારથીઓ 11 વર્ષથી મટકીફોડ કાર્યક્રમમાં જોડાય છે. શહેરના છાણી, નિઝામપુરા, નંદાલય હવેલી, સમતારોડ, ગોરવા, ઉંડેરા, ગોત્રી, ઇલોરાપાર્ક જેવા વિવિધ વિસ્તારોમાં મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરવાશીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

આ પણ વાંચો શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પહેલા જાણો કાનાને સજાવવાની અનોખી રીત

ABOUT THE AUTHOR

...view details