- MS યુનિવર્સિટીમાં સિન્ડીકેટ બેઠક મળી
- ત્રણ સિન્ડીકેટ સભ્ય દ્વારા ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલી ગેરરીતિની ચર્ચા કરાઈ
- ખોટી માહિતી આપનાર કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે: જીગર ઇનામદાર
વડોદરા: MS યુનિવર્સિટીના ત્રણ સિન્ડીકેટ સભ્ય (Syndicate member) દ્વારા કરવામાં આવેલા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે સિન્ડીકેટ બેઠક (Syndicate meeting) મળી હતી. જેમાં ત્રણ સભ્યો દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી તે મુદ્દે ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે, માહિતી નિયમ અધિનિયમ (RTI) મુજબ આપી શકાય તે જ માહિતી આપવામાં આવશે. તેમજ ભરતી મુદ્દે આંદોલન છેડનારા ત્રણ સભ્યોનો આક્ષેપ અંગે પણ સિન્ડિકેટ બેઠકમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
વડોદરા MS યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં લેવાયો નિર્ણય, ભરતી પ્રક્રિયાની માહિતી હવે RTI થી જ મળશે આ પણ વાંચો :MS યુનિવર્સિટી શરૂ થવાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
હાઇકોર્ટના ત્રણ સિનિયર વકીલો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે: જીગર ઇનામદાર
આ સમગ્ર મુદ્દે સિન્ડિકેટ બેઠક (Syndicate meeting) બાદ સિન્ડિકેટ મેમ્બર (Syndicate member) જીગર ઇનામદારે જણાવ્યું હતું કે, કોઈ જ ભરતી કૌભાંડ થયું નથી. મીડિયા અને લોકોને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપવામાં આવી છે. તેમજ ખોટી માહિતી આપનાર કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના ત્રણ સિનિયર વકીલો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : MS યુનિવર્સિટીમાં સેનિટરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગનો કોર્સ શરૂ કરાયો
MS યુનિવર્સિટી પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા
ઉલ્લેખનીય છે કે, ભરતી કૌભાંડના આક્ષેપો વચ્ચે MS યુનિવર્સિટી પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. MS યુનિવર્સિટીના ફર્નિચર રિપેરીંગના કામમાં ટેન્ડર વગર પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જૈમીન જોશીએ RTI દ્વારા આ અંગે માહિતી એકઠી કરી છે. જૈમીન જોશીએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીએ વર્ષ 2015 માં ફર્નિચર રીપેરીંગનું કામ અમદાવાદની અંધ અપંગ ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર નામની સંસ્થાને આપ્યું હતું પરંતુ આ અંગે કોઈ ટેન્ડર બહાર નહોંતુ પાડવામાં આવ્યું.