વડોદરાઃ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે (Vadodara Sama Sports Complex) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં (International Yoga Day 2022) મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત (Yoga Day celebration in Vadodara) રહ્યા હતા. અહીં મહેસુલ પ્રધાને યોગ અંગેના વિવિધ ફાયદાઓ પણ લોકોને જણાવ્યા હતા. મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો-PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"
મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા - અહીં ઉપસ્થિત મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (State Minister Rajendra Trivedi did yoga) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે (International Yoga Day 2022) ઓળખ મળી રહી છે. અને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં (Yoga Day celebration in Vadodara) આવતા દરેક દેશ સામૂહિક રીતે યોગ કરે છે. યોગ ઋષિ મુનિઓ પાસેથી આવે છે, ભગવાન મહાદેવ યોગના પિતા છે અને શ્રીકૃષ્ણના અર્ધનેત્ર પણ યોગ છે.