- સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામનાર ઈન્ટર્ન તબીબોની હડતાલ યથાવત
- વડોદરાની ગોત્રી - સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું
- ઇન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડ વધારી 20 હજાર કરવાની માંગ પર અડગ
વડોદરાઃ રાજ્યમાં ઈન્ટર્નશીપ કરતાં તબીબો દ્વારા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે હડતાળ પર છે. ત્યારે આજે મંગળવારે હડતાળના બિજે દિવસે વડોદરા શહેરમાં તબીબોએ હડતાળ શરૂ રાખી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જુનિયર તબીબોની હડતાળ સહિતના વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોકટરોની હડતાળને અયોગ્ય ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, બહારથી આવતા તબીબો લાખો રૂપિયા ભરે છે ત્યારે તેમને ઈન્ટર્નપ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે જ્યારે અહીંયાં સરકાર પ્રેક્ટિસની સામે સ્ટાઈપેન્ડ રૂપે રૂાપિયા 12,000 જેટલી રકમ આપે છે.