વડોદરાગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈ તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા (Indian National Congress Spokesperson) દ્વારા કોંગ્રેસનું કામ બોલે છે. તે અંતર્ગત વડોદરા પ્રભારી પંકજ રાવલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સરકાર પર આકરા પ્રહારોકર્યા હતા. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. ગુજરાતમાં ક્યારે ત્રીજા પક્ષને સ્થાન નથી અને ગમે તેટલી વખત વિપક્ષમાં બેસવું પડે પરંતુ ક્યારે ગઠબંધન નહીં કરીએ તેવું જણાવ્યું હતું.
શહેરમાં વિવિધ સમસ્યાનો કોઈ નિકાલ નહીં આલોક શર્માનું 'કોંગ્રેસનું કામ બોલે છે' કેમ્પેઇન અંતર્ગત નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. એક ફ્લાય ઓવર વર્ષોથી અધુરો (Flyover in Vadodara incomplete for years) છે. વડોદરામાં એઇમ્સની જાહેરાત થઈ પણ એઇમ્સ અન્ય શહેરમાં ગઈ. વડોદરામાં કરોડનું ડ્રગ્સ ઝડપાયું (Drugs worth crores seized in Vadodara) તે બતાવે છે કે મુન્દ્રા પોર્ટ પર નહીં. શહેરોમાં પણ ડ્રગ્સબને છે. વડોદરા સ્વચ્છતા ક્રમાંકમાં પણ પાછળ (Vadodara lags behind cleanliness ranking) ધકેલાયું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ ( Vadodara Vishwamitri River Purification) પણ થયું નથી. મેયરના વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યા (Contaminated water problem in mayor ward) છે. ગુજરાતમાં કાયમી નોકરીઓનો અભાવ છે. વારંવાર સરકારી પરીક્ષાઓના પેપર લીક થાય છે.
ભાજપ આજે વિદાય યાત્રા કાઢી રહી છેભાજપને 450નો ગેસ નો બોટલ મોંઘો લાગતો હતો. આજે 1100નો ગેસનો બોટલ સસ્તો લાગે છે. આ છે ગુજરાતનો વિકાસ! એમ.એસ. યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કરતા મોટું કેમ્પસ ધરાવે છે. મોદીજીએ પોલિટિકલ સાયન્સનું અહીંયા ભણ્યા હોવાની વાત સાંભળી છે તો એમ.એસ.યુનિવર્સિટીમાં કર્મચારીઓને પી.એફ અને કાયમી નોકરી મળતી નથી. આ સાથે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની (Global Hunger Index) ખબર આવી. જેમાં આપણે બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો કરતા પાછળ છે. ભાજપ કયા વિષયની ગૌરવ યાત્રા રેલી કાઢે છે. આજે ભાજપ પોતાની વિદાય યાત્રા કાઢી રહી છે. આ સાથે કોરોનાની મહામારીમાં આપણે વેક્સીન અને ઓક્સિજન પ્રોડ્યુસર હતા તેમ છતાં લાખો લોકો મર્યા હતા.