ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો વધારો - Baroda ms university

વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ માટે 27 દેશોના 444 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 31મી મે સુધીમાં 600થી વધુ વિદ્યાર્થી અરજી કરે તેવી શક્યતા છે.

Baroda
Baroda

By

Published : May 9, 2021, 7:04 PM IST

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો

ગત વર્ષે 300 અરજીમાંથી 160 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો

27 દેશના 444 વિદ્યાર્થીઓએ અરજી કરી

વડોદરા:કોરોનાના કપરા કાળમાં પણ MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની એપ્લિકેશનમાં વધારો નોંધાયો હતો. 444 આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં 131ને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની એપ્લિકેશનમાં વધારો નોંધાયો

31મી મે સુધીમાં 600થી વધુ વિદ્યાર્થી અરજી કરે તેવી શક્યતા

ગત વર્ષે 300 અરજી આવી હતી. જેની સામે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. MS યુનિવર્સિટીમાં અભ્યાસ માટે 27 દેશોના 444 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 31મી મે સુધીમાં 600થી વધુ વિદ્યાર્થી અરજી કરે તેવી શક્યતા છે. આ પૈકી 131 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાના 10 ટકા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ

2 દાયકા પછી યુનિવર્સિટીમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાના 10 ટકા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોય છે. જે તે ફેકલ્ટીના ડીન અને જે તે વિભાગના વડા વિદ્યાર્થીઓના તેમના દેશમાં એકેડેમિક પર્ફોર્મન્સના આધારે પ્રવેશ માટેની લીલીઝંડી આપતા હોય છે.

કઈ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો?

આર્ટસ ફેકલ્ટીમાં 29, કોમર્સ ફેકલ્ટીમાં 45, એજ્યુ.સાઇકોલોજીમાં 4, હોમ સાયન્સ ફેકલ્ટીમાં 1, ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં 2, જર્નાલિઝમ ફેકલ્ટીમાં 4, લો ફેકલ્ટીમાં 4, પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં 16, સાયન્સ ફેકલ્ટીમાં 21, સોશિયલ વર્ક ફેકલ્ટીમાં 5 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો.

કયા દેશના વિદ્યાર્થીઓની અરજી ઓનલાઇન આવી

અફઘાનિસ્તાન-અલ્જિરિયા-એંગોલા-બાંગ્લાદેશ-બોસ્નિયા-બુરાંડીઆઇવરી કોસ્ટ-ઇજિપ્ત-ઇથોપિયા-ગાંબિયા-ઘાના-ઈરાન-કેન્યા-મોંગોલિયા-મોઝામ્બિક-નેપાલ-નાઈજિરિયા-સોમાલિયા-સાઉથ સુદાન-શ્રીલંકા-સુદાન-સીરિયા-તાન્ઝાનિય-ટૉગો-તુર્કમેનિસ્તાન-યુગાન્ડા-ઝિમ્બાબ્વે જેવા દેશોમાંથી વિદ્યાર્થીઓની અરજી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details