- વિટામિન સી તથા ઝીંક યુક્ત મેડિસિનના ભાવમાં વધારો
- કોરોના કાળમાં ભાવમાં થયો વધારો
- આ દવાના ભાવ અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે તેવી અપીલ
વડોદરા: કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવારમાં કેટલીક મેડિસિન અને ડ્રગ્સનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. જે પૈકી વિટામીન- સી તથા ઝીંકયુકત દવાઓનો ઉપયોગ તબીબો દ્વારા દર્દીઓની સારવારમાં કરાઈ રહ્યો છે, જેથી આ બે મેડીસીનની માંગમા ઉછાળો આવ્યો છે.
કોરોના મહામારીમાં વિટામિન Cની મેડીસીનના ભાવમાં વધારો દવાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો
કોરોના કાળમાં લોકો ઘરે ઘરે ડોક્ટરની સલાહ વગર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા દવા લેતા થઈ ગયા છે.ત્યારે આ સમયે વિટામીન સીનું ઉત્પાદન કરતી અલગ-અલગ ફાર્માસ્યુટીલ કંપનીઓની દવાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. કેમીસ્ટ એન્ડ ડ્રગ્સના હોલસેલના વેપારીએ જણાવ્યું કે, વિટામીન- સીની દવા કોરોના કાળ પહેલા રૂપિયા 20, 30, 50ની હતી, ત્યારે હાલ તેનો ભાવમાં વધારો થઈને રૂપિયા 100 સુધી પહોંચી છે.
સરકારે વિટામિન સી ના ભાવમાં અંકુશ રાખવાની જરૂર
કોરોના મહામારીમાં વિટામિન Cની મેડીસીનના ભાવમાં વધારો દવાની કંપનીઓએ કોરોના કાળ દરમિયાન દવાના ભાવમાં વધારો કર્યો છે. જેવી રીતે કોરોના કાળમાં સરકારે રેકમીલિવર તથા ટોસીમી ઝલના ભાવ અંકુશમાં લીધા તેવી રીતે કોમન ડ્રગ્સ શિડ્યુલમાં આવતા વિટામીન - સી અને ઝીંકના વધતા ભાવને અંકુશમાં આવે તેવા સરકારે પ્રયાસો કરવા જોઈએ.
કોરોના મહામારીમાં વિટામિન Cની મેડીસીનના ભાવમાં વધારો