વડોદરા: જિલ્લાના 7 ગામનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાં 43.66 ચો.કિ.મી.નો વધારો થયો છે. આ 7 ગામને કોર્પોરેશનમાં સમાવવા માટે ગુજરાત સરકારના અર્બન બીલ ડેવપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી આનંદ ઝીંઝલાએ ઓર્ડર પાસ કર્યો હતો.
7 ગામનો વડોદરા શહેરમાં સમાવેશ, ગ્રામલોકોનો વિરોધ - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
વડોદરા શહેરને અડીને આવેલા વડોદરા તાલુકાના ભાયલી, સેવાસી, કરોળીયા, બિલ, ઉડેરા, વેમાલી અને વડદલા ગામનો વડોદરા શહેરની હદમાં સમાવેશ કરાયો છે. જે અંગે ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી.
7 ગામનો વડોદરા શહેરમાં સમાવેશ, ગ્રામલોકોનો વિરોધ
શહેરને અડીને આવેલા 7 ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વિકાસ કરાયો નથી. જેથી હરણી વિસ્તારમાં લોકોનો આક્રોશ બહાર આવ્યો હતો. આ સાથે જ ભાયલી, સેવાસી સહિતના ગામોને શહેરની હદમાં સમાવવાની દરખાસ્ત કોર્પોરેશનમાં રજૂ કરાઈ હતી, ત્યારે ગ્રામ પંચાયતોએ તેનો વિરોધ કર્યો હતો.'
હાલમાં ઘણા વિસ્તારો શહેરની હદમાં સમાવાયેલા છે, પરંતુ હજૂ સુધી ત્યાં મૂળભૂત સુવિધાઓ મળી નથી. આ વિસ્તારમાં કોર્પોરેશન વેરો તો વસૂલી રહ્યું છે, પરંતુ સુવિધા આપવાના સમયે આંખ આડા કાન પણ કરી રહ્યું છે.