ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના બરાનપુરામા પથ્થરમારાની ઘટના, પોલીસ પર નિર્દોષ યુવાનને ઢોર માર માર્યાના આક્ષેપ - latest news of Vadodara police

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઇ પોલીસ ચોકી સામે થયેલા પથ્થરમારા બાદ નવાપુરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને બળપ્રયોગ કરીને ટોળા વિખેર્યા હતા અને 8 તોફાનીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ રવિવારે બરાનપુરા વિસ્તારમાંથી રાધે નામના યુવાનને પકડીને લઇ ગઇ હતી. અને તેના ઉપર પોલીસે થર્ડ ડીગ્રી અપનાવીને માર માર્યો હોવાના આક્ષેપ યુવાને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કર્યાં હતા.

vadodara
વડોદરાના બરાનપુરામા પથ્થરમારાની ઘટના

By

Published : May 25, 2020, 8:26 PM IST

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા રાધે નામના યુવાને જણાવ્યું હતું કે, ડભોઇયા પોલીસ ચોકી સામે પથ્થરમારો થયો હતો, જેમાં હું સામેલ ન હતો, તેમ છતાં નવાપુરા પોલીસ મથકના પોલીસકર્મી લાલભાઇ, પીએસઆઇ અને બીજા પોલીસકર્મીઓ મારા મામાની ઘર નજીકથી મને ઉપાડીને લઈ ગયા હતા અને કારમાં બેસાડી મારા વાળ પકડી લાલભાઈએ ફેટ મારી અને છાતીના ભાગે માર માર્યો હતો. અને કહ્યું હતું કે, તારો ભાઈ ક્યાં છે, મને નથી ખબર તેમ કહેતા મને મારા ફોઈને ત્યાં લઇ જઈને ફરીથી મને બે ઝાપટ મારી હતી અને નવાપુરા પોલીસ મથકે લઈ જઈ છાતીના ભાગે ફેટો મારીને આખા શરીર પર મને કરંટ આપ્યો હતો અને આટલાથી ના અટક્યું તો વળી મારા કપડા કાઢી નાખીને બે પોલીસકર્મીઓ મારી ઉપર ચઢી ગયા હતા અને મારી પેશાબની જગ્યા પર કરંટ આપ્યો હતો.

વડોદરાના બરાનપુરામા પથ્થરમારાની ઘટના

રાધેની બહેન રેણુકાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ પથ્થરમારાના બનાવમાં ન હતા તેવા નિર્દોષ છોકરાઓને પોલીસ પકડીને લઈ ગઈ છે અને જે સંડોવાયેલા છે તેમને કોરોના કહીને હોસ્પિટલમાં ભરતી કરી દીધા છે. એક 12 વર્ષના છોકરાને પોલીસ પકડીને લઈ ગઈ છે, તેને પણ હજી સુધી છોડ્યો નથી અને રાધેને નવાપુરા પોલીસ મથકના લાલભાઈ અને અશોકભાઈએ તેના કપડાં કાઢી નાખી કરંટ આપી માર માર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા. પોલીસની નિર્દોષ યુવાન પર કરવામાં આવેલી થર્ડ ડિગ્રીની કાર્યવાહીને લઇને નવાપુરા પોલીસ વિવાદમાં આવી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details