- દેશના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને પહોંચાડાઈ સ્માર્ટ સ્ટિક
- બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોન્ગર અભિયાન હેઠળ અપાઈ સ્માર્ટ સ્ટિક
- વડોદરામાં માંજલપુર વ્રજધામ સંકુલમાં પ્રજ્ઞાચક્ષુઓને અપાઈ સ્માર્ટ સ્ટિક
વડોદરાઃ સનાતન વૈદિક ધર્મના આચાર્યમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગતગુરુ વલ્લભાચાર્યજીનો 544મો પ્રાગટ્ય ઉત્સવ વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય આનંદભેર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાના માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી VYO દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોંગર અભિયાનમાં ભારતના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને 18.51 કરોડના કિંમતના સ્માર્ટ સ્ટીક પ્રદાન કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃજામનગરમાં કોવિડ હોસ્પિટલ પાસે સેવાભાવી ગ્રુપ દ્વારા ફ્રુટ, પાણી અને છાશનું વિનામૂલ્યે વિતરણ
વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારના સાંનિધ્યમાં કરાયું વિતરણ