- વડોદરામાં પોલીસનાં મેમોનો નવો વિવાદ
- રોકડને બદલે પોલીસે ઓનલાઇન પેમેન્ટ કરાવ્યું
- દંડ ઉઘરાવતી સયાજીગંજ પોલીસ આવી વિવાદમાં
- માસ્ક ન પહેરનાર નાગરિક પાસે ગૂગલ પે કરાવ્યું
- પોલીસ કોન્સ્ટેબલે પોતાનાં એકાઉન્ટમાં દંડ જમા કરાવ્યો
- દંડ જમા કરાવવા કોઇ સરકારી એકાઉન્ટ નથી ઉપલબ્ધ
- ખાનગી એકાઉન્ટમાં દંડ જમા કરાવવાનો નથી નિયમ
- નાગરિકે વાંધો ઉઠાવી કાર્યવાહીની કરી માંગ
વડોદરામાં માસ્કનો દંડ વસૂલનારા કોન્સ્ટેબલે દંડની રકમ પોતાના ખાતામાં જમા કરાવી વડોદરાઃ ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરતા રાહુલ પંડ્યા તેમના મિત્ર સાથે ફતેહગંજ વિસ્તારમાં ચા પીવા ઊભા રહ્યા હતા. તેમને કોઈ વ્યક્તિનો ફોન આવતા તે ફોન પર વાત કરતાં આગળ ચાલતાં નીકળ્યા હતા. તે દરમિયાન તેમનું માસ્ક નીચે ઊતરી ગયું હતું. આ બાબત પોલીસને ધ્યાને જતા પોલીસે તરત જ રાહુલનો ફોટો પાડી તેને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા જણાવ્યું હતું અને જો દંડ નહીં ભરો તો પોલીસ સ્ટેશને લઈ જઈ ત્યાં દંડ ભરવો પડશે તેવું કહ્યું હતું.
વડોદરામાં માસ્કનો દંડ વસૂલનારા કોન્સ્ટેબલે દંડની રકમ પોતાના ખાતામાં જમા કરાવી પોલીસ નિયમનો ભંગ કરે તો તેનો નિયમ અલગ છે?
રાહુલે પોલીસેને તેની પાસે રોકડ રૂપિયા ન હોવાનું કહી તે એટીએમમાંથી ઉપાડી આપી શકે છે કેમ તે પૂછ્યું હતું ત્યારે હાજર પોલીસ કર્મી દંડની રકમ સોશિયલ એપ પર વસૂલવા તૈયાર હોવાનું દર્શાવતાં રાહુલે દંડની રકમ ટ્રાન્સફર કરી હતી. દંડની રકમ ટ્રાન્સફર કર્યા બાદ રાહુલને ખબર પડી હતી કે તેમને ટ્રાન્સફર કરેલી રકમ પોલીસ વિભાગના ખાતામાં નહીં પરંતુ તે કર્મીના ખાતામાં ગઈ છે ત્યારે દંડાયેલા રાહુલ પંડ્યાએ પોલીસની કાર્યવાહી પર સવાલો ઊઠાવ્યા હતા અને કર્મી કઈ રીતે પોતાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ઉપાડી શકે. જો સામાન્ય વ્યક્તિ નિયમોનો ભંગ કરે તો કાર્યવાહી કરી પોલીસે નિયમનો ભંગ કર્યો છે તો કાર્યવાહી કરવાની માગ કરી છે.