ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને ભારે મુશ્કેલી - Fatehganj and Rajmahal Road

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Vadodara Jilla varshad
Vadodara Jilla varshad

By

Published : Aug 12, 2020, 7:37 PM IST

વડોદરા: શહેર અને જિલ્લા મંગળવારે મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. વડોદરામાં મોડી રાતથી સવારે 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે વડોદરા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

વડોદરા શહેરમાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદને પગલે રાવપુરા, માંડવી, કારેલીબાગ, જ્યુબિલીબાગ, નાગરવાડા, ફતેગંજ અને રાજમહેલ રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરા શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી વધીને 208.50 ફૂટ થઇ છે અને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 10 ફૂટે પહોંચ્યા બાદ ફરી ઘટીને 9.75 ફૂટ થઇ ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details