- નારી તું નારાયણીની કહેવત સાર્થક કરતી વડોદરાની બે મહિલાઓ
- ઉદ્યોગ સાહસિક મહિલાઓએ અન્ય પરિવારોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું
- આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો
વડોદરા: કોરોનાકાળમાં દરેક વેપારધંધા ભાંગી પડ્યા છે જેના કારણે દરેક પરિવારની આર્થિક સ્થિતી કફોડી બની છે. કોરોનાકાળમાં લોકો લઘુ ઉદ્યોગ તરફ પણ વળ્યા છે જેમાં મૂડીની ઓછી જરૂર પડે છે અને ધંંધા દ્વારા તે કમાણી પણ કરી શકે છે. આવી જ રીતે વડોદરામાં એક સમુહ મધ વેંચીને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. આ સમુહને આત્મનિર્ભર બનાવવા માટે રાગી નાયર પટેલ અને સવીથા.વી પ્રયાસ કરી રહ્યા છે.
કોરોનામાં પરિસ્થિતી મુશ્કેલ
શહેરના ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલ અને સવિથા વી. મધ વેચતા પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે કામે લાગા ગયા છે. રાગી નાયર પટેલે જણાવ્યું હતું કે જુન માસમાં જ્યારે હું કોરોનાગ્રસ્ત હતી, ત્યારે મારા ઘરે સંખેડાનું એક પરિવાર મધ વેચવા માટે આવ્યું હતું. તેઓ ઓરીસ્સાનુ મધ પરિવાર ઘરે ઘરે ફરી મધ વેચી ગુજરાન ચલાવે છે. કોરોનાકાળ દરમિયાન તેઓ મધ વેચવા માટે મારા ઘરે આવી પહોંચ્યા હતા. હાલમાં તેઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.
વડોદરામાં મધ 30થી વધુ પરિવારમાં મીઠાશ લાવશે આ પણ વાંચો : જામનગરમાં ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા મોબાઈલ એપ લોન્ચ, બ્રાસપાર્ટ ઉદ્યોગકારો દેશ વિદેશમાં કરી શકશે વેપાર
ન નફો ન નુક્સાન
ઘરે ઘરે ફરી મધ વેચતા આ પરિવારની આપવીતી સાંભળી મધને લોકો સુધી પહોચાડવા માટે મે અને મારા સાથી સવિથા વી.એ બીડું ઝડપ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે બી કપર્સ પાસેથી હાલમાં 200 કિલો મધની ખરીદી કરી છે.આવનાર દિવસોમાં વધુ મધ ખરીદીશુ.આ મધ અમે શહદ બ્રાન્ડથી સ્થાનિક બજારમાં તેમજ મુબઇ અને દિલ્હી સુધી ન નફો ન નુકશાનથી વેચી રહ્યા છે.આગામી ટૂંક સમયમાં શહદ બ્રાન્ડનુ મધ સ્થાનિક સ્ટોરમાં પણ વેચાણ માટે મુકવામાં આવશે. તે બાદ અમો આ મધ શહદ બ્રાન્ડથી એક્સપોર્ટ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો :Corona Effect: લોકડાઉનમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો કરોડોનો ધંધો ઠપ્પ થતા યુવકે શરૂ કર્યો કેરીનો વેપાર, પરિવાર પણ કરે છે મદદ
આતરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનુ લક્ષ્ય
રાગી નાયર પટેલે ઉમેર્યું હતું કે મધપૂડા માંથી મધ એકઠું કરી મધ વેચતા 30 પરિવારોને રોજગારી આપવા સાથે સ્થાનિક અન્ય 30 જેટલી મહિલાઓને મધના પેકિંગ સહિતના કામમા જોતરીને તેઓને પણ રોજગારી આપી રહ્યા છે. ઘરે ઘરે ફરી મધ વેચતા પરિવારોને આતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવાનું અમારું લક્ષ્ય છે.ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલ અને સવિથા વી.ની આ જોડી મધને એક પણ રૂપિયાના નફા વગર કોરોના મહામારીમાં ભાંગી પડેલા આ બી કીપર્સ ને આર્થિક રીતે મજબૂત કરીને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી રહી છે. કોરોનાકાળ દરમિયાન આર્થિક રીતે તૂટી ગયેલા પરિવારોને આર્થિક રીતે મદદ કરીને જ ઉભા કરી શકાય.તેવું નથી પરંતુ રાગી નાયર પટેલ અને સવિથા વી. જેવા વિચાર સાથે પણ આર્થિક રીતે તૂટી પડેલા પરિવારોને મદદ કરી શકાય છે.તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.