વડોદરા: સાવલી વિસ્તારમાં રહેતો દિપ પટેલ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. તેણે રૂ. 13 હજારના પગાર પર એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિનાઓ સુધી આ યુવતી પાસે કામ કરાવ્યા બાદ તેણે યુવતિને પગાર આપ્યો ન હતો.
વડોદરામાં ફિલ્મ પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ - woman raped in sayajiganj area of vadodara city
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દિપ પટેલ નામના એક ફિલ્મ પ્રોડ્યુસરે તેની આસિસ્ટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પીડિતા કોઇને કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ પ્રોડ્યુસરે આપતા આ બનાવ અંગે પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં ફિલ્મ પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ પર આચર્યુ દુષ્કર્મ
ત્યારબાદ એક દિવસ દિપ પટેલે પગાર આપવાને બહાને યુવતીને હોટેલમાં બોલાવી હતી જ્યાં તેણે યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો તે ઘટનાની જાણ કોઇને કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.