વડોદરાઃ શહેરમાં રવિવારે એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કેટલાક ઈસમો રાત્રીના સમયે એક કારમાં ગાયોને ઉઠાવી જતા હોવાનું દ્રશ્યમાન થાય છે. આ વીડિયો વાઇરલ થતા ગૌ રક્ષકોમાં રોષ ફેલાયો છે. સોમવારે કારેલીબાગ પોલીસ મથકે ગૌ ગોપાલકો આવી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો સલાટવાળા વિસ્તારનો છે, રાત્રીના 3 વાગ્યે એક કારમાં કેટલાંક ઈસમો આવ્યા હતા અને રસ્તા પર બેઠેલી ગાયોને ઉઠાવી કારમાં લઈ ગયા છે. આ ખાટકીઓ હતા જે કતલખાને લઈ જઈ ગાયના કતલ કરવામાં આવે છે. આ ઇસમો 2થી 3 ગાય ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું.
વડોદરામાં અજાણ્યા શખ્સો ગાય ઉઠાવી ગયા હોવાના આક્ષેપ સાથે ગૌરક્ષકોએ કરી રજૂઆત
વડોદરા શહેરમાં રવિવારે એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કેટલાક ઈસમો રાત્રીના સમયે એક કારમાં ગાયોને ઉઠાવી જતા હોવાનું દ્રશ્યમાન થાય છે. આ વીડિયો વાઇરલ થતા ગૌ રક્ષકોમાં રોષ ફેલાયો છે. સોમવારે કારેલીબાગ પોલીસ મથકે ગૌરક્ષકો આવી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો સલાટવાળા વિસ્તારનો છે, રાત્રીના 3 વાગ્યે એક કારમાં કેટલાંક ઈસમો આવ્યા હતા અને રસ્તા પર બેઠેલી ગાયોને ઉઠાવી કારમાં લઈ ગયા છે. આ ખાટકીઓ હતા જે કતલખાને લઈ જઈ ગાયોના કતલ કરવામાં આવે છે. આ ઇસમો 2થી 3 ગાય ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું.
આ વીડિયો રાત્રીના 3 વાગ્યાનો છે. એક યુવાન પોતાના મકાનના ઉપરના ભાગેથી વીડિયો ઉતારી રહ્યો હતો, જેને ગાય ઉઠાવવા આવેલા અજાણ્યા શખ્સો જોઈ જતા તેને પણ ધમકી આપી હતી કે અમે દરરોજ આવશું અને બે-ત્રણ ગાય ઉઠાવી જઇશું તેવા આક્ષેપો પણ ગૌ ગોપાલકોએ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાત્રીના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે, ત્યારે આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી તે જોતા ફલિત થાય છે કે કારેલીબાગ પોલીસ ભર નિંદ્રા માણી રહી હતી અને પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા. હાલ, તો સમગ્ર બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.