- 31 માર્ચ સુધી શહેરના બાગ-બગીચાઓ બંધ
- વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે કર્યો આદેશ
- વડોદરામાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વિસ્ફોટની જેમ વધી રહ્યાં છે. અગાઉ સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. તેવી જ રીતે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે વડોદરા શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કમિશ્નરે 31મી માર્ચ સુધી આ તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે રહેવું પડેશે હોમ ક્વૉરન્ટાઈન