- વડોદરામાં IIFL ગોલ્ડ ફાઈનાન્સ કંપનીમાં (IIFL Gold Finance Company) કૌભાંડ આચરતી મેનેજર સહિત ટોળકીની અટકાયત
- IIFL ગોલ્ડ ફાયનાન્સ કંપની લિમિટેડમાં (IIFL Gold Finance Company) કુલ 1 કરોડ રૂપિયાથી વધુનું કૌંભાંડ થયું
- ફાયનાન્સ કંપનીમાં ગ્રાહકોએ ગિરવે મુકેલ સોનાના ઘરેણાં લોકરમાંથી કાઢી લઈ નકલી દાગીના લોકરમાં (Fake Jewellery) મૂકી દીધા
વડોદરાઃ શહેરમાં ગોલ્ડના નામે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. આઈઆઈએફએલ ગોલ્ડ ફાઈનાન્સ કંપનીમાં (IIFL Gold Finance Company) કૌભાંડ કરતી મેનેજર સહિતની ટોળકીને પોલીસે પકડી પાડી છે. આ ટોળકી ડમી ગ્રાહકો ઉભા કરી તે ગ્રાહકો પર નવી લોન મેળવી ફાઈનાન્સ કંપનીના સોનાના ઘરેણાં બારોબાર ગિરવે મૂકતા હતા. આ રીતે 1 કરોડથી વધુનું કૌભાંડ થયું છે. વારસિયા પોલીસે (Varasiya Police) IIFL ગોલ્ડ ફાઈનાન્સ કંપનીમાં (IIFL Gold Finance Company) કૌભાંડ આચરતી મેનેજર સહિત ટોળકીની અટકાયત કરી હતી. આ ટોળકીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ફાયનાન્સ કંપનીમાં ગ્રાહકોએ ગિરવે મુકેલ સોનાના ઘરેણાં લોકરમાંથી કાઢી લઈ નકલી દાગીના લોકરમાં (Fake Jewellery) મૂકી દીધા આ પણ વાંચો-અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો
આરોપીઓ ડમી ગ્રાહકો ઉભા કરીને કૌભાંડ કરતા હતા
આ અંગે મળતી માહિતી અનુસાર, IIFL ગોલ્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ (IIFL Gold Finance Company) વારસીયા બ્રાન્ચ (Varasiya Branch) ખાતે ઓડીટ દરમિયાન સમગ્ર માહિતી સામે આવી હતી. આ ફાઈનાન્સ કંપનીમાં મેનેજર, કર્મચારીઓ અને તેના મળતિયાઓએ એકબીજા સાથે મળીને ફાઈનાન્સ કંપનીમાં ગ્રાહકોએ ગીરવે મૂકેલ સોનાના ઘરેણાં લોકરમાંથી કાઢી લેતા હતા અને તેની જગ્યાએ ખોટા દાગીના લોકરમાં મૂકી દીધા હતા. તેમ જ ડમી ગ્રાહકો (Dummy Customers) ઉભા કરીને તે ગ્રાહકો પર નવી લોન મેળવી ફાઈનાન્સ કંપનીના સોનાના ઘરેણા બારોબાર ગીરવે મૂકી કુલ 1 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું હતું. આની જાણ કંપનીને થતાં તમામ આરોપીઓ વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશન (Varasiya Police Station)માં ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો-કોરોના કાળમાં સરકારી અનાજમાં થયેલા કૌભાંડ અંગે ભાજપ કેમ ચૂપ છે, કોંગ્રેસનો સરકારને સવાલ
રાધિકા જ્વેલર્સનો માલિક પણ કૌભાંડમાં સામેલ
વારસિયા પોલીસે (Varasiya Police) ફરિયાદ મળતા જ ગણતરીના સમયમાં IIFL ફાયનાન્સ કંપની વારસીયા બ્રાન્ચના (IIFL Finance Company Warsia Branch) મેનેજર કિરણ ગોપીચંદ પુરષવાણી તથા ડભોઈ બ્રાન્ચના (Dabhoi Branch) બ્રાન્ચ મેનેજર વિશાલ પરેશભાઈ ઓડ તેમ જ તેમના સાથીદાર વિકાસ પંકજભાઈ ઝિંઝૂવાડીયા (રાધિકા જ્વેલર્સના માલિક) તથા રમેશ હોતચંદ શિતલાણીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આગળની તપાસ હાથ ધરી હતી. તો પોલીસે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.