- કોરોના મહામારી વચ્ચે 2 ડોક્ટરોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
- વડોદરાના 2 ડોક્ટર માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તે જ દિવસે ફરજ પર પરત ફર્યા
- ડોક્ટરોએ ગાંધીનગર આવી માતાની અંતિમવિધિ પૂર્ણ કરી હતી
વડોદરાઃ શહેરમાં સયાજી હોસ્પિટલના 2 તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની એક પ્રેરક કથા સામે આવી છે. હોસ્પિટલના કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્ય કરતા ડોક્ટર રાહુલ પરમારના માતાનું અવસાન થયું હતું. ડોક્ટર ગાંધીનગર ગયા માતાના અંતિમ સંસ્કાર કરી ફરી વડોદરા આવી ફરજ પર હાજર થઈ ગયા હતા.
આ પણ વાંચોઃરાજકોટમાં કોવિડ દર્દીઓને IMAના 3 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે
ડોક્ટર વહેલી સવારે ફરજ પર પરત આવ્યા હતા
વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવે શુક્રવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બંને ઘટનાઓ જાણીને સંબંધિત ડોક્ટરોની સમર્પિતતા અને સેવા નિષ્ઠાને ઉજ્જવળ ઉદાહરણ સમાન ગણાવી હતી. ઘટના એવી બની હતી કે સયાજી હોસ્પિટલના PSM વિભાગમાં કાર્યરત અને છેલ્લા લગભગ સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો. રાહુલ પરમારના માતાનું તાજેતરમાં અવસાન થયું હતું એટલે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.