- બીજા રાઉન્ડ શહેર-જિલ્લામાં 950 હેલ્થ વર્કરોએ કોરોનાની રસી મુકવામાં આવી
- શહેર અને જિલ્લામાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું
- વડોદરા શહેરને પ્રથમ 20650 ડોઝ પ્રાપ્ત થયા
વડોદરા: શહેરમાં 16મી જાન્યુઆરીના રોજ દેશભરમાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ વેક્સિનેશનનો આરંભ કરાવ્યો હતો અને રાજ્યમાં કોરોના વોરીયર્સ સાથે સંવાદ પણ કર્યા હતા. વડોદરા શહેરમાં આજે 950 હેલ્થ વર્કર્સને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. વડોદરા શહેરને પ્રથમ 20650 ડોઝ પ્રાપ્ત થયા હતા. આશાવર્કર પબ્લિક હેલ્થ વર્કર એએનએમ સહિતના 17000 હેલ્થ વર્કર્સની નોંધણી થઇ હતી. આજે વડોદરા શહેરના 6 સેન્ટર ઉપર 600 હેલ્થ વર્કરો અને જિલ્લાના ચાર કેન્દ્રો પર 450 હેલ્થ વર્કરોને વેકસિનની રસી આપવાનું શરૂ કરાયું હતું. વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ અને ગોત્રી મેડિકલ કોલેજના ખાતે કોવિડના નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કોરોનાની રસી મુકાવી હતી.