વડોદરાઃ ભાઈ અને બહેનના અલૌકિક પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન (Raksha Bandhan 2022). આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે બજારમાં વિવિધ પેટર્ન (Rakhi of various patterns) ફેન્સી, ચાઈનીઝ, ચાંદી, ડાયમંડની વિવિધ રાખડી જોવા મળી રહી છે. બીજી તરફ વડોદરામાં ભારતીય સંસ્કૃતિની સાચવણી અને પર્યાવરણને અનુકૂળ (Environmental benefits of Vedic Rakhi) એવી વૈદિક રાખડી (Significance of Vedic Rakhi) બનાવવામાં આવી રહી છે. ગાયના ગોબરમાંથી તૈયાર થયેલી આ રાખડીના અનેક ફાયદા હોવાનું (Significance of Vedic Rakhi) પણ સામે મળ્યું છે.
ગાયના ગોબરમાંથી વૈદિક રાખડી બનાવવામાં આવી વૈદિક રાખડી વડાપ્રધાનના સ્વદેશી અપનાવોના આહ્વાનને સ્વીકાર્યું -વડોદરામાં કાઉ પ્રોડક્ટ એસોસિએશનના ડાયરેક્ટર મુકેશ ગુપ્તાએ (Cow Product Association Director Mukesh Gupta) જણાવ્યું હતું કે, હિન્દુ તહેવારોમાં ચાઈનીઝ પ્રોડક્ટ આવતી હોય છે. ત્યારે વડાપ્રધાનના સ્વદેશી અપનાવોના પ્રયાસને અમે સાર્થક કરી રહ્યા છે. કોરોનાની મહામારી એ સૌને શિખવ્યું હતું કે, આપણી પોતાની પ્રોડક્ટ હોવી જોઈએ. ત્યારે અમે વૈદિક રીતે ગૌ માતાના ગોબરમાંથી (Vedic Rakhi prepared from cow dung) વૈદિક રાખડી સાથે અનેક ચીજવસ્તુઓ બનાવીએ છીએ. રક્ષાબંધનમાં (Raksha Bandhan 2022) વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી પર્યાવરણનું જતન (Environmental benefits of Vedic Rakhi) કરવાનો પણ પ્રયાસ કરાયો છે.
વડાપ્રધાનના સ્વદેશી અપનાવોના આહ્વાનને સ્વીકાર્યું પર્યાવરણને થશે ફાયદો -ચાઈનીઝ રાખડી ખરાબ થતાં તેને ફેંકી દેવામાં આવે છે. તેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તો વૈદિક રાખડી ગાર્ડન અથવા તો ગમલામાં મૂકતા તેની અંદરથી નીકળતા (Production of Vedic Rakhi in Vadodara) તરબૂચ, દૂધી, કારેલી, ગોબી વગેરેના બીજથી પર્યાવરણને પણ ફાયદો (Environmental benefits of Vedic Rakhi) થાય છે અને આપણને ફળ પણ મળે છે. આ બનાવેલી રાખડી સંપૂર્ણ ગૌમાતાના ગોબરની (Vedic Rakhi prepared from cow dung) હોવાથી તે સંપૂર્ણ ઓગળી ખાતર બની જાય છે. આ રાખડી ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે, જે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
વૈદિક રાખડી સાથે રોજગારી આપી આ પણ વાંચો-Raksha bandhan 2022 : રાખડી બજારમાં માગ અને પુરવઠાનું ગણિત બગડ્યું
વૈદિક રાખડી સાથે રોજગારી આપી -તેમણે વધુમાં જણાવ્યું (Cow Product Association Director Mukesh Gupta) હતું કે, અમે પર્યાવરણના જતન (Environmental benefits of Vedic Rakhi) સાથે જ સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. સાથે જ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં દાહોદ, ગોધરા, પંચમહાલ, આણંદ, ખેડા જેવા સ્લમ વિસ્તારોની આદિવાસી બહેનોને રોજગારી આપવાનું કામ (Demand for Vedic Rakhi) કરીએ છીએ. તેઓ દ્વારા આ પ્રકારની રાખડી અને અન્ય ચીજવસ્તુઓ બજારમાં આવે છે અને રોજગરીમાં 450થી 500 રૂપિયા રોજ આપી ગુજરાન ચલાવે છે. આ એવી બહેનો છે, જે બિલકુલ ભણેલી નથી. અમારી સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-Raksha Bandhan 2022 : 'સ્પેશિયલ' રાખડીઓ કચ્છ બોર્ડર પર કરશે દેશના સપૂતોની રક્ષા
મુખ્ય ઉદ્દેશ છે સ્વદેશી સાથે પર્યાવરણ -અમારા ત્રણ મુખ્ય ઉદ્દેશ છે. ગાયના ગોબરમાં લક્ષ્મી માતાનો નિવાસ હોય છે. બહેન-ભાઈને રાખડી બાંધશે તો ગાય માતામાં 33 કોટી દેવી દેવતાનો નિવાસ છે. તો ચોક્કસથી આશિર્વાદ અને રક્ષણ સાથે વૈદિક હોવાથી પર્યાવરણનું પણ જતાં થશે. સાથે બહેનોને રોજગારી આપી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વૈદિક રાખડીમાં બીજ મૂકવામાં આવ્યા છે. જ્યારે રાખડી કામની નહીં રહે ત્યારે બગીચા કે ગમલામાં નાખવાથી ગોબર (Vedic Rakhi prepared from cow dung) ઓગળી જશે અને અંદરથી બીજ માટીમાં ભળી ફળ આપશે, જે ખૂબ પર્યાવરણ માટે (Environmental benefits of Vedic Rakhi) અસરકારક સાબિત થશે. માત્ર આ કોઈ પણ રાખડીની કિંમત 31 રૂપિયા રાખવામાં આવી છે અને 15 પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવી છે.
ગૌ માતાના ગોબરમાંથી વૈદિક વસ્તુ બનાવી -ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણના જતન (Environmental benefits of Vedic Rakhi) માટે અનેક ચીજવસ્તુઓ જેમ તહેવાર આવે તેમ બનાવવામાં આવે છે. હાલમાં 17થી વધુ અવનવી ચીજવસ્તુઓ વૈદિક અને પર્યાવરણને ખૂબ અસરકારક રહે તેવી બનાવવામાં આવે છે. હાલમાં વૈદિક રાખડી બનાવી છે. તો ગણેશ ચતુર્થીના અવસરે ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. જ્યારે દિવાળીમાં દિપ, મોબાઈલ સ્ટેન્ડ, લક્ષ્મીજીની મૂર્તિ, છોડ માટે ગમલા, શિવલિંગ, મોબાઈલ રેડિએશન ચિપ જેવી અનેક ચીજવસ્તુઓ ગાય માતાના ગોબરમાંથી (Vedic Rakhi prepared from cow dung) બનવી પર્યાવરણ (Environmental benefits of Vedic Rakhi) માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.