ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી છતી થઈ, બોગસ આર્મી ડોક્ટર દર્દીઓની વિઝિટ લઇ ગયો - ગોત્રી કોવિડ19 હોસ્પિટલ

વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલમાં બોગસ એક્સ આર્મી ડોક્ટરની ઓળખ આપી હોસ્પિટલની વિઝિટ કરી દર્દીઓની માહિતી મેળવી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ છે. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી છતી થઈ, બોગસ આર્મી ડોક્ટર દર્દીઓની વિઝિટ લઇ ગયો
વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી છતી થઈ, બોગસ આર્મી ડોક્ટર દર્દીઓની વિઝિટ લઇ ગયો

By

Published : Oct 31, 2020, 8:17 PM IST

  • વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલમાં બની ઘટના
  • એક્સ આર્મી ડોક્ટરની બોગસ ઓળખ આપી વિઝિટ કરી
  • દર્દીઓની માહિતી મેળવી લઇ થઈ ગયો ફરાર

    વડોદરાઃ શહેરની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલમાં ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્શન કરે તે અગાઉ બોગસ એક્સ આર્મી ડોક્ટરે હોસ્પિટલની વિઝીટ કરી દર્દીઓની માહિતી મેળવ્યા બાદ ફરાર થઈ જતાં હોસ્પિલની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ મામલે મેડિકલ ઓફિસરે ગોરવા પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ગોત્રી GMERS હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી ડોક્ટર અજીત ઝવેરી રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. કોરોના મહામારીમાં ગોત્રી જનરલ હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.
  • ઇન્સ્પેક્શન માટે ટીમ આવનારી હોવાની આગોતરી સૂચનાને લઇ ગેરસમજ ઊભી થઈ?

ગઈ તારીખ 19મી ઓકટોબરના રોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ગાંધીનગર ખાતેથી હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી અધિકારીઓ ઇન્સ્પેકશન માટે આવવાના હોવાથી ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર વિશાલાબેન પંડ્યાએ તમામ કર્મચારી અને અધિકારીઓને સૂચના આપી હતી કે, હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ જ્યારે પણ હોસ્પિટલમાં તપાસ અર્થે આવે ત્યારે તેઓને જરૂરી સહકાર આપવો. દરમિયાન 19મી ઓકટોબરના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે એક અજાણી વ્યક્તિ મોઢા ઉપર માસ્ક સાથે માથાના ભાગે પંજાબી પાઘડી પહેરી આવી ચડ્યો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડે ફરજ પરના ડોક્ટર રૂપલ શાહનો સંપર્ક કરાવ્યો હતો. વાતચીત દરમિયાન તેણે પોતાનું નામ લક્ષ્યપ્રીતસિંગ હોવાનું જણાવ્યું હતું અને પોતે એક્સ આર્મી ડોકટર તરીકે ઓળખ આપી હતી. જેથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને દર્દીઓની માહિતી આપી હતી.

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે સરકારી પદ દુરુપયોગ સહિતની કલમો લગાડી ગુનો નોંધ્યો

ત્યારબાદ તેણે આઇસીયુ વોર્ડ અને ઓપીડીમાં વિઝીટ કરી હતી. જે દરમિયાન તેનું હેલ્થ ડિપાર્ટમેન્ટનું ઓળખકાર્ડ માગતા વ્યક્તિએ બતાવ્યું ન હતું અને તેની કારમાં બેસી રવાના થઇ ગયો હતો અને ત્યારબાદ ગાંધીનગરથી હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ ઇન્સ્પેકશન અર્થે ગોત્રી હોસ્પિટલ આવી હતી. તે દરમિયાન ટીમને આ વ્યક્તિ અંગે પૂછતાં તેમણે આવી કોઈ વ્યક્તિ ટીમમાં નહીં હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે ગોરવા પોલીસે વડોદરાના લક્ષ્યપ્રીતસિંગ નામના વ્યક્તિ વિરુદ્ધ સરકારી પદના નામે દુરુપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગેની વડોદરા શહેર પોલીસ B ડિવિઝનના બકુલ ચૌધરીએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details