- તૌકતે વાવાઝોડું આવતા જ દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી
- વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે
- ચાલુ વરસાદે પોલીસ જવાનોએ થડને ખસેડીને રસ્તો ખોલી કાઢ્યો
વડોદરા : રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને કુદરતી કહેર તૌકતે વાવાઝોડા સામે પડકાર ઝીલી રહી છે. મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી. કોરોનાની શરૂઆતથી લઈને આજદિન સુધી પોલીસ સરકારના નિયમોના અમલીકરણની કામગીરી કરી રહી છે. આ દરમિયાન તૌકતે વાવાઝોડું આવતા જ દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોના મહામારી હોય કે પછી હોય તૌકતે વાવાઝોડાનો પડકાર, ગુજરાત પોલીસ છે હંમેશા તૈયાર તેવું દેખાઇ રહ્યું છે.
આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ
મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી