- આયુર્વેદ તબીબોને 56 સર્જરી કરવા છૂટછાટ આપતા વિવાદ
- આઈએમએના વિદ્યાર્થીઓએ આના વિરોધમાં કર્યા ઉપવાસ
- 20 ભાવિ ડોક્ટરોએ સરકારના આદેશ સામે ઊઠાવ્યો વાંધો
વડોદરાઃ સરકારે આયુર્વેદિક તબીબોને 56 જેટલી સર્જરી કરવાની પરવાનગી આપતા હવે મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આઈએમએના હેડ ક્વાર્ટર ખાતે આઈએમએના સભ્યો અને 20 મેડિકલ સ્ટુડન્ટ બે દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. 1થી 14 તારીખ સુધી વિદ્યાર્થીઓ અને આઈએમએના સભ્યો સરકારના આ નિર્ણય સામે મિક્સોપથીનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે.
1થી 14 તારીખ સુધીમાં અલગ અલગ શહેરોમાં વિરોધ કરાશે
અલગ-અલગ શહેરોમાં 1થી 14 તારીખ દરમિયાન વિરોધ કરવામાં આવશે. વડોદરામાં 8 અને 9 બે દિવસ સલાટવાડા ખાતે આઈએમએના હેડ ક્વાર્ટરની સૂચના મુજબ આઈએમએ હાઉસ ખાતે આઈએમએના સભ્ય અને ભાવિ ડોકટરો ઉપવાસ પર ઉતર્યા છે અને વિદ્યાર્થીઓ બેનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આર્યુવેદિક કે હોમિયોપેથિક કે ડોક્ટર સામે અમારો વિરોધ નથી