વડોદરાઃ વર્તમાન સમયમાં કોરોનાને કારણે મોટા ભાગના તમામ કામો ઓનલાઈન થવા લાગ્યા છે. સરકાર પણ હવે તમામ કામો ઓનલાાઈન કરવાની દિશામાં આગળ વધી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણી મોટા ભાગના લોકાર્પણો અને વિવિધ કાર્યક્રમોનું ગાંધીનગરથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરાવી દેતા હોય છે. તેવામાં વડોદરામાં રૂ. 232 કરોડના કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતાપપુરા સરોવર ઊંડું કરવામાં આવે તો વડોદરાને બારે માસ પાણી મળેઃ પ્રધાન યોગેશ પટેલ - પ્રતાપપુરા સરોવર
વડોદરામાં રૂ. 232 કરોડના કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન યોગેશ પટેલે જણાવ્યું કે, 100 વર્ષ જૂના પ્રતાપુરા સરોવરને જો ઊંડું કરવામાં આવે તો વડોદરાને બારેમાસ પૂરતું પાણી મળી રહે.
પ્રધાન યોગેશ પટેલે વધુમાં જણાવ્યું કે, તેમણે એક જ મહિનામાં વિજય રૂપાણીની સરકારે વડોદરાને રૂ. 452 કરોડના વિકાસ કામોની આપેલી ભેટનો ખાસ ઉલ્લેખ પણ કર્યો હતો. વડોદરા મહા નગરપાલિકાના મેયર ડો. જિગીશા શેઠે રૂ. 232 કરોડના વિકાસ કામોની ભૂમિકા આપતા સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે ધરમપુરા પ્લિન્થ ક્વાર્ટરના લાભાર્થીઓને સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વેચાણ દસ્તાવેજો પ્રદાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જિતુ સુખડિયા, મનીષા વકીલ, શૈલેષ મહેતા, સીમા મોહિલે, મહાનગર પાલિકાના અધિકારીઓ, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.