ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં એકલી રહેતી વૃદ્ધા પર વશીકરણ કરી ગઠિયો સોનાની બંગડીઓ લઈ પલાયન - વડોદરા લોકડાઉન

ઘરમાં એકલી રહેતી વૃદ્ધાઓ માટે મહત્વની ખબરે...કારણ કે એકલી રહેતી વૃદ્ધાઓને ગઠિયાઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે. તમારા ઘરમાં ધાર્મિક કામ માટે કોઈ વ્યક્તિ આવે તો ચેતી જજો તે તમને નુકશાન પહોંચાડી શકે છે. વડોદરામાં આવી જ ઘટના બની છે જેમાં બે વૃદ્ધાઓ ગઠીયાનો ભોગ બની છે. શું છે સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટ...

વડોદરામાં એકલી રહેતી વૃદ્ધા પર વશીકરણ કરી ગઠિયો સોનાની બંગડીઓ લઈ પલાયન
વડોદરામાં એકલી રહેતી વૃદ્ધા પર વશીકરણ કરી ગઠિયો સોનાની બંગડીઓ લઈ પલાયન

By

Published : Nov 17, 2020, 10:58 PM IST

  • ઘરમાં એકલી રહેતી વૃદ્ધા માટે ચેતવણી
  • વશીકરણ કરી ગઠીયો લઈ ગયો સોનાની બંગડી
  • અવાર નવાર બની રહ્યા છે વૃદ્ધોને લૂંટવાના કિસ્સા
  • રાવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરાઃ શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા શિયાપૂરામાં રહેતા કલ્પનાબ પટેલ અને જ્યોત્સના શાહના ઘરે એક ગઠિયો ધાર્મિક કામ માટે આવ્યો હતો. આ ગઠિયાએ વૃદ્ધાઓને ઘર નજીક આવેલા મંદિરના પૂજારીને 1000 રૂપિયા આપી દેજો તેમ કહી પોતાની પાસેથી 1000 રૂપિયા આપ્યા હતા. બાદમાં વૃદ્ધાઓને વિશ્વાસમાં લઈ હિપ્નોટાઈઝ કરી તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ રૂપિયાને અડાડી મંદિરના પૂજારીને આપજો તેમ કહ્યું હતુ. જેથી મહિલાઓએ સોનાની બંગડીઓ હાથમાંથી ઉતારી ગઠિયાને આપી. ત્યારબાદ ગઠિયો નજર ચૂકવી રૂપિયા અને સોનાની બંગડી બંને લઈ ફરાર થઈ ગયો હતો.

વડોદરામાં એકલી રહેતી વૃદ્ધા પર વશીકરણ કરી ગઠિયો સોનાની બંગડીઓ લઈ પલાયન
વૃદ્ધાઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદઘટનાના અમુક સમય બાદ વૃદ્ધાઓને પોતાની બંગડીઓ ઠગ લઈ ગયો હોવાની જાણ થઈ હોવાથી વૃદ્ધાઓ ફરિયાદ કરવા રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. વૃદ્ધાઓ સાથે તેમના ઘરની સામે રહેતા પાડોશી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેમને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બંને વૃદ્ધાઓની ત્રણ બંગડીઓ ગઠિયો લઈ ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ વૃદ્ધાઓ ખૂબ જ ભયભીત થઈ ગઈ છે.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

વૃદ્ધાઓ સાથે થયેલી ઠગાયથી અન્ય વૃદ્ધાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.તો મહત્વની વાત એ છે કે, શહેરમાં અવાર નવાર આવી ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પોલીસ ગઠીયાને નથી પકડી શકી, ત્યારે પોલીસ શું હજી વધુ વૃદ્ધાઓ ગઠીયાનો ભોગ બને તેવી રાહ જોઈ રહી છે ..? તેવા સવાલો ઊઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details