ચાલાક યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે વૃદ્ધને ફસાવ્યો હતો અને તેના સાથી મિત્રો દ્વારા વૃદ્ધને નકલી પોલીસની ધાક ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ આરોપીઓએ વૃદ્ધ પાસેથી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા.
વડોદરામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો, 1 મહિલા સહિત 4 યુવકોની ધરપકડ - Gujarat
વડોદરા: શહેરમાં હનીટ્રેપનો મામલો પ્રકાશમાં આવતા ચર્ચાએ જોર પકડ્યું હતું. 65 વર્ષીય વૃદ્ધને અજાણી યુવતીને લિફ્ટ આપવી ભારે પડી હતી અને વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયો હતો. જે બાદ આરોપીઓએ વૃદ્ધ પાસેથી રૂપિયા 20 હજાર પડાવી લીધા. સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે પોલીસને કરી હતી. પોલીસે વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
![વડોદરામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો, 1 મહિલા સહિત 4 યુવકોની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3858719-thumbnail-3x2-vvv.jpg)
વડોદરામાં હનીટ્રેપનો મામલો આવ્યો સામે, 1 મહિલા સહિત 4 યુવકોની ધરપકડ
વડોદરામાં હનીટ્રેપનો મામલો આવ્યો સામે, 1 મહિલા સહિત 4 યુવકોની ધરપકડ
જોકે આ સમગ્ર મામલે વૃદ્ધે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે PCB અને ગોત્રી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTVનાં આધારે ઠગબાજ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.