ગુજરાત

gujarat

ETV Bharat / city

કપિલ મિશ્રાના AAP પર પ્રહાર, કહ્યું ગુજરાતની જનતા સમક્ષ દિલ્હીનું સત્ય રજૂ કરવા આવ્યો છું

હિન્દુ ઈકોસિસ્ટમના સ્થાપક કપિલ મિશ્રા (Hindu Ecosystem Kapil Mishra) વડોદરાના પ્રવાસે (Kapil Mishra visit Vadodara) આવ્યા હતા. અહીં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. સાથે જ (Kapil Mishra attacked on aap) જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સમક્ષ દિલ્હીનું સત્ય રજૂ કરવા હું અહીં આવ્યો છું.

કપિલ મિશ્રાના AAP પર પ્રહાર, કહ્યું ગુજરાતની જનતા સમક્ષ દિલ્હીનું સત્ય રજૂ કરવા આવ્યો છું
કપિલ મિશ્રાના AAP પર પ્રહાર, કહ્યું ગુજરાતની જનતા સમક્ષ દિલ્હીનું સત્ય રજૂ કરવા આવ્યો છું

By

Published : Oct 10, 2022, 10:32 AM IST

વડોદરાહિન્દુ ઈકોસિસ્ટમના (Hindu Ecosystem Kapil Mishra) સ્થાપક કપિલ મિશ્રા વડોદરાના પ્રવાસ (Kapil Mishra visit Vadodara) દરમિયાન આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર (Kapil Mishra attacked on aap) કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી સરકારે (delhi government) 10,00,000 નોકરી આપી હોવાની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 3,000 જ નોકરી આપી છે. જ્યારે 40,000 બાળકો ડબ્બામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. તો 60 ટકા સ્કૂલમાં પીવાનું પાણી જ નથી.

રાજેન્દ્ર પાલને હટાવી દેવો જોઈએ કપિલ મિશ્રાએ ઉમેર્યું હતું કે, અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) ભગવાન શ્રીરામ પર શ્રદ્ધા હોય તો રાજેન્દ્ર પાલને ખુરશી પરથી હટાવી દેવો જોઈએ. અરવિંદ કેજરીવાલના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં હોસ્પિટલ, શાળા, બ્રિજ કે અન્ય કોઈ પણ વસ્તુનો ખાતમુહૂર્ત થયા બાદ લોક અર્પણ કરી શક્યા નથી. કેજરીવાલને વડોદરાથી ભાગવું પડ્યું તે બતાવે છે કે, ગુજરાતનું મન શું છે.

ગુજરાતની જનતાને સત્ય કહેવા આવ્યો છું આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે દિલ્હી મોડેલને (Delhi Model) આગળ ધરી ગુજરાતમાં મત માગવામાં આવી રહ્યા છે. તેને લઈને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હીનું સત્ય રજૂ કરવા આજે હિન્દુ ઇકો સિસ્ટમના (Hindu Ecosystem Kapil Mishra) સ્થાપક કપિલ મિશ્રા વડોદરાના મહેમાન (Kapil Mishra visit Vadodara) બન્યા હતા.

કપિલ મિશ્રાએ આપ્યું વક્તવ્ય કપિલ મિશ્રાએ અહીં રાષ્ટ્ર ચિંતન વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જેમાં હિન્દુ સમાજને કેવી રીતે સંગઠિત કરી શકાય. કેવી રીતે વિધર્મીઓથી આપણી બહેન દીકરીઓને બચાવી શકાય. આ તમામ વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્ર ચિંતન વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad), બજરંગ દળ (Bajrang dal), અખિલ ભારતીય હિન્દુ મહાસભા (All India Hindu Mahasabha) સહિતની સંસ્થાઓના કાર્યકર્તાઓ તેમ જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દારૂની દલાલીમાંથી આવેલા રૂપિયા પ્રચારમાં વપરાઈ રહ્યા છે કપિલ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાંથી વિલા મળે પાછા ફરવું પડશે. દિલ્હીમાં દારૂની દલાલીમાંથી કમાયેલા રૂપિયા તેઓ ગુજરાતમાં પ્રચાર માટે વાપરી રહ્યા છે. આ સાથે દિલ્હીમાં નોકરીઓ અને શાળાઓની વાસ્તવિક સ્થિતિને લઈને પણ મોટો ખૂલાસો કર્યો. છે.

10,000ની જગ્યાએ 3,000ને જ નોકરી આપી કપિલ મિશ્રાએ ઉમેર્યું હતું કે, રાજકારણમાં જૂઠને સ્થાપિત કરવા માટેનું કાવતરું અમુક લોકો ગુજરાતની ધરતી પર કરી રહ્યા છે. તેની સચ્ચાઈ, દિલ્હીનાં લોકોનું દર્દ અને દિલ્હીના લોકોનો અવાજ ગુજરાતના યુવાનોને પણ ખબર પડે તે ક્યાં પ્રકારનું જુઠ્ઠાણું અહીં ચલાવવામાં આવી રહ્યું છે. એ બતાવવા માટે હું આજે ગુજરાતની મુલાકાતે છું. દિલ્હીનું શિક્ષણ અને રોજગારી બાબતે આરટીઆઇનાં આંકડા સાથે મે અહીં માહિતી આપી છે. 10,00,000 નોકરી નહીં, પરંતુ માત્ર 3,000 નોકરી આપવામાં આવી છે. સૌથી ઓછી નોકરી આપતું રાજ્ય દિલ્હી છે.

ABOUT THE AUTHOR

...view details