વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. શહેરના મોટા ભાગના વિસ્તરોમાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. રવિવાર સાંજથી વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિઝામપુરા, સમાં, છાણી વિસ્તાર અને વાઘોડિયા અને નવાપુરા જેવા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ હતી.
વડોદરામાં આગાહી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી, જનજીવન ખોરવાયું - વડોદરા સહિત મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન
વડોદરા: રાજ્યમાં ભાદરવો મન મૂકી વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ચક્રવાત તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં આ આગાહીની અસર જોવા મળી હતી. વડોદરા શહેરમાં રવિવાર સાંજથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Vadodara
શહેરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે એસએસજી હોસ્પિટલના માર્ગો પર પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હજૂ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ આગાહી વચ્ચે વડોદરા સહિત મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે.